અમદાવાદ: કોઈપણ રોગ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવું જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગાસન ફળદાયી છે. યોગાસનથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. શરીર સૌષ્ઠવ વધે છે. તેમજ દૈનિક જીવન સ્ફૂર્તિલુ રહે છે.
યોગ એ જીવન જીવવાનો અભિગમ છે. એટલે જ ઈટીવી ભારત આપ સુધી આ સ્પેશિયલ કાર્યક્રમ લઈનું આવ્યુ છે. જે અંતર્ગત પ્રાણાયમ અને યોગાસનનો ઘરે બેઠા અભ્યાસ કરી શકાશે.