- 05 માર્ચે પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની અછત જણાવી
- 15 માર્ચે પ્રાથમિક શાળાઓમાં 9,405 ઓરડાઓની અછત જણાવી
- 10 દિવસમાં જ આંકડાઓની વિસંગતતા
અમદાવાદ : વિધાનસભા ગૃહમાં 05 માર્ચના રોજ શાળાઓમાં ઓરડાની અચત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે ઓરડાઓની અછત 18,537 જણાવી હતી. આ પ્રશ્ન ફરીથી 15 માર્ચના રોજ પૂછવમાં આવતા આપેલા જવાબમાં સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓરડાની અછત 9,405 જણાવી હતી. ફક્ત 10 દિવસના અંતરમાં અડધી અછત પૂર્ણ થઈ છે તેવું સરકાર જણાવે છે. આંકડોમાં મોટી વિસંગતતાઓ અને બેજવાબદારી જોવા મળી રહી છે.
સૌથી વધુ અછત બનાસકાંઠા જિલ્લામાં
લેટેસ્ટ આંકડા પ્રમાણે સૌથી વધુ ઓરડાઓની અછત બનાસકાંઠા જિલ્લામાં 1,087 જેટલી છે. જ્યારે સૌથી ઓછી અછત પોરબંદર જિલ્લામાં 41 જોવા મળી હતી.
આ પણ વાંચો : સુરતમાં શાળાઓ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસમાં થયો વધારો
આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે
રાજ્યમાં ચાલતી આંગણવાડીઓ અંગે પૂછાયેલા પ્રશ્નમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રાજ્યમાં 7,489 જેટલી આંગણવાડીઓ ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલે છે. સૌથી વધુ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કચ્છ સુરેન્દ્રનગર અને આણંદ જિલ્લામાં 500 કરતા વધારે છે. જ્યારે સૌથી ઓછી ડાંગ જિલ્લામાં ફક્ત 16 આંગણવાડીઓ અને નર્મદા જિલ્લામાં 20 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે.
આ પણ વાંચો : હાઈકોર્ટે આપ્યો આદેશ, શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમનુ પાલન કરાવો અથવા બંધ કરાવો
કેન્દ્રે રાજ્યને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઓછા રૂપિયાની ફાળવણી કરી
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે 2019-20માં 1123.15 કરોડ અને 2020-21માં 1180.62 કરોડની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે અનુક્રમે 1020 કરોડ અને 376.82 કરોડની ફાળવણી કરી હતી. એટલે કે 2019માં 103.15 કરોડ અને વર્ષ 2020માં 1077.47 કરોડ કેન્દ્ર સરકારે ઓછી ફાળવણી કરી હતી. આમ, બે વર્ષમાં કુલ 1180.62 કરોડની ઓછી ફાળવણી કેન્દ્ર સરકારે ગુજરાતને કરી હતી.