ETV Bharat / state

દિલ્હી DYCM મનિષ સીસોદીયા કરશે અમદાવાદમાં રોડ શો

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સીસોદીયા 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મેગા રોડ શો કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર-પ્રસારની શરૂઆત કરશે.

મનિષ સીસોદીયા
મનિષ સીસોદીયા
author img

By

Published : Feb 5, 2021, 5:18 PM IST

  • દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અમદાવાદમાં રોડ શો કરશે
  • આમ આદમી પાર્ટી અમદાવાદમાં કરશે શક્તિ પ્રદર્શન
  • બાપુનગર અને થલતેજ ખાતે થશે રોડ શો કરવામાં આવશે

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સીસોદીયા 6 ફેબ્રઆરીના રોજ અમદાવાદમાં 2 રોડ શો કરશે. શનિવારના રોજ અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન કરશે. આ સાથે જ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં એક મેગા રોડ શો પણ કરશે.

નાગરવેલ હનુમાનના દર્શન કરીને રોડ શોની શરૂઆત કરાશે

8 કલાકનો આ રોડ શો શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને એક ત્રીજા પક્ષ સાથે મજબૂત દાવેદારી નોંધાવીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ દિલ્હી મોડલ પર કામ થઈ શકે છે, તેમ જાહેર જનાતાને જણાવશે. શનિવારે સવારે મનિષ સીસોદીયા સવારે 10 કલાકેથી અમદાવાદના નાગરવેલ હનુમાનના દર્શન કરીને રોડ શોની શરૂઆત કરાશે. જે બાદ આ રોડ શો બાપુનગર ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 3 કલાકે થલતેજથી રોડ શોની શરૂઆત કરીને ગોતા બ્રિજ પાસે પૂર્ણ કરવામાં આવશે.

દિલ્હી DYCM મનિષ સીસોદીયા કરશે અમદાવાદમાં રોડ શો

પોલીસ પરમિશન સાથે આ રેલીનું આયોજન

આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બાઇક રેલી સ્વરૂપે જોડાશે અને કોરોનાના અનુસંધાને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને પોલીસ પરમિશન સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ આમ આદમીના પ્રભારી ગુલાબસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નગર નિગમની ચૂંટણી એજન્ડા મૂકવામાં આવશે

આમ આદમીના પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં અફરાતફરીનો માહોલ છે. ભાજપે સાબિત કર્યું છે કે, તેમના કાઉન્સલર ભ્રષ્ટ છે. જનતા નારાજ હોવાના કારણે ટિકિટ કાપી છે. ગુજરાતમાં લોકો એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિક્ષણ અને આરોગ્ય મુખ્ય મુદ્દા ચૂંટણી એજન્ડાના મુખ્ય મુદ્દા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર પણ વધારે છે અને નગર નિગમની ચૂંટણી એજન્ડા મૂકવામાં આવશે.

6 ફેબ્રુઆરીની સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે

ગુલાબસિંહે જણાવ્યું હતું કે, ઓવૈસીની પાર્ટી એ ભાજપની B ટીમ છે. જ્યાં ભાજપને જીતવું હોય ત્યાં ઓવૈસીને લાવે છે. આ અગાઉ પણ અમિત શાહ અને ઓવૈસીના સબંધ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મનિષ સીસોદીયા 6 ફેબ્રુઆરીની સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાં આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.