- કોરોનાના કારણે કાંકરિયા લેકની મુલાકાતીઓની સંખ્યા ઘટી
- 15 હજાર કરતા પણ ઓછા થઈ રહ્યા છે મુલાકાતીઓ
- બમણી નુકસાની ભોગવી રહ્યુ છે તંત્ર
અમદાવાદઃ સામાન્ય દિવસોમાં અમદાવાદીઓના આકર્ષણનું કેન્દ્ર રહેતા કાંકરીયા લેકની હાલ મુલાકાતીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે ઝૂ ઓથોરિટી અને તંત્રની આવકમાં ધરખમ ઘટાડો થયો છે.
કાંકરિયા ઝૂની મુલાકાતીઓની સંખ્યામાં પણ ઘટાડો
અમદાવાદનું હાર્દ ગણાતુ કાંકરિયામાં ગત વર્ષે તૂટી પડેલી રાઈડ બાદ કોરોનાના કારણે લોકડાઉન સહિતની પરિસ્થિતિના કારણે કાંકરિયા ઝૂ અને લેકની મુલાકાત લેતા મુલાકાતીઓની સંખ્યામાં બમણો ઘટાડો થયો છે અને જેના લીધે તંત્રની ભારે નુકસાન થયું છે. કાંકરિયા ઝૂ અને લેકમાં દૈનિક 15થી 20 હજારની સંખ્યાના બદલે હાલ માત્ર 1500થી 2000 મુલાકાતીઓ જ આવી રહ્યા છે. શિયાળાના કારણે ઝૂના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેના લીધે પણ મુલાકાતીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જેના કારણે આવક પર અસર થઈ રહી છે. કોરોના મહામારીના કારણે અનેક નિયમોનું પાલન કરવું જરૂરી બની ગયું છે. જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે તંત્રની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.