અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે. જેના કારણે માનવીના સ્વાસ્થ્ય પર અસર તો પડી રહી છે. તેની સાથે પક્ષીઓ પણ ડી - હાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં આવેલ જીવદયા ચેરીબલ ટ્રસ્ટ (Ahmedabad Jeevadaya Cheryl Trust )દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પક્ષીની સારવાર કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ ઉનાળા આકરા તાપથી ઘણા બધા પક્ષીઓ ડી - હાઇડ્રેશનના કારણે બેભાન (Bird dehydration treatment) થઈ રહ્યા છે. જે પક્ષીઓ બચાવવા અનોખી કામગીરી કરવામાં આવી રહી છે.
ડી - હાઇડ્રેશન પક્ષી થાય તો તેને ORS આપવામાં આવે - જીવદયા ચેરીબલ ટ્રસ્ટના મેનેજર સંજય પટેલે ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઉનાળા આવા આકાર તાપથી માનવી જ સહન કરી શકતો નથી. તો અબોલ પક્ષીની આપણે કલ્પના (De hydration in birds ) જ કરી શકીએ નહીં. આવા તાપને કારણે હવામાં ઉડતું પક્ષી ડી - હાઇડ્રેશન થાય તો નીચે પટકાય છે. ત્યારે બેભાન પણ થઈ જાય છે જેને એ તરત જ ORS આપી છીએ. છેલ્લા ઘણા સમયથી શહેરમાં 42 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે ચાલુ માસમાં અત્યાર સુધી 1076 પક્ષીઓ ડી - હાઇડ્રેશનના ભોગ બન્યા છે. એટલે રોજના 80 થી 90 પક્ષી ડી- હાઇડ્રેશનના ભોગ બની રહ્યા છે. જેમાં 166 પક્ષીઓના નાના બચ્ચા છે.
આ પણ વાંચોઃ Save the Bird Campaign : ચકલીના માળાથી બનાવી લગ્નની કંકોત્રી, જુઓ નવી કંકોત્રી
ડી- હાઇડ્રેશન ભોગ ન બને તે માટે જલપાન કેમ્પ - જે પક્ષીઓ ડી- હાઇડ્રેશન ભોગ બને તો તેને ORSનું પાણી આપવામાં(Dehydrated bird symptoms ) આવે છે. જરૂર પડે તો બોટલ પણ ચડાવવામાં આવે છે. હાલ શહેરમાં જલપાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ અમદાવાદ શહેરની ફરતે આવેલા રીંગરોડ પર માટીના કુંડા મુકવામાં આવ્યા છે. જેમાં ORS વાળું પાણી ભરીને મુકવામાં આવ્યું છે. જીવદયા ચેરીબલ ટ્રસ્ટ દ્વારા જલપાલ કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જે સ્થળે માટીના કુંડા મુકવામાં આવ્યા છે. તેમાં રોજ સાફ કરીને રોજ પાણી બદલાવાની જવાબદારી આજુબાજુના હોટલ કે કોઈ દુકાનવાળાને સોંપવામાં આવી છે. જ્યારે ટ્રસ્ટ અઠવાડિયામાં એકવાર ચેકીંગ કરવામાં આવશે.
માનવીના વિકાસનો ભોગ પક્ષીઓ બન્યા - સમગ્ર રાજ્યમાં વિકાસ માટે વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. પક્ષીઓ પણ ભોગ બની રહ્યા છે. જેના માટે માનવી બને એટલે વૃક્ષો ઉગાડવા જોઈએ. સાથે પોતાન ઘરની છત નીચે અથવા આંગણે માટીના કુંડામાં થોડી ખાંડ અને મીઠું નાખી પાણી ભરવુ જોઈએ જેથી અબોલ પક્ષીઓને ફ્યુઇડથી બચાવી શકીએ.
આ પણ વાંચોઃ Bird lover in Bhavnagar: પક્ષી પ્રત્યે પ્રેમ, ભાવનગરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની આજીવન સેવા