અમદાવાદઃ સિનિયર સિટીઝન સાથે મકાનના નામે ચીટિંગ કરનાર દંપતિની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓએ મકાન આપવાની લાલચ આપીને 20 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
આરોપી કિંચિત જૈન અને પ્રિયંકા જૈન મૂળ ભાવનગરના છે, અને હાલ અમદાવાદમાં રહે છે. બંને આરોપીઓ સાથે મળીને નિવૃત્ત સરકારી અધિકારીનું ફૂલેકું ફેરવી નાખ્યું છે. આરોપી મહિલાની માતા સાથે ફરિયાદી લિવ ઈન રીલેશનશિપમાં રહેતાં હોવાથી આરોપીઓ ફરિયાદીને ઓળખીતાં હોવાથી પૈસા આસનીથી મળી ગયા હતા.
આરોપીઓ ફરિયાદી સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓ કેનેડિયન સિક્રેટ સર્વિસના નામે ગુનો આચર્યો હતો. આરોપીઓમાં કિંચિત જૈન ડિપ્લોમા ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સુધીનો અભ્યાસ કરેલો છે, અને મહિલા સાથે સાત વર્ષથી લગ્નજીવન ગાળવાનું સાઈબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીની સાઈબર ક્રાઇમેે ભાવનગરથી ધરપકડ કરી છે. હાલ તો સાયબર ક્રાઈમને આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ સિનિયર સિટીઝન માટે આ કિસ્સો ચેતવણી સમાન છે. કોઈના પર વિશ્વાસ કરી લાલચમાં આવવું મોંઘું પડી શકે છે.