અમદાવાદ: વધતા જતા કોરોના વાયરસના કેસના પગલે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાની શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે, GTUમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ડેટા લીક થયા છે. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓના ડેટા લીક થતા GTU પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.