અમદાવાદ: ટેકનોલોજીના ઉપયોગની સાથે દુરુપયોગ પણ સતત વધી રહ્યા છે. તેવી જ એક હકીકત સાયબર ક્રાઈમના ધ્યાને આવી છે. અમદાવાદ સાબર ક્રાઈમમાં છેલ્લા છ વર્ષમાં મળેલી ફરિયાદોનો અભ્યાસ કરવામાં આવતા સાયબર ગઠિયાઓ છ સરકારી વિભાગ તેમજ સામાન્ય નાગરિકો અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓના આર્થિક વ્યવહારોની માહિતી મેળવી ચૂક્યા છે. તે માહિતીનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
"સાયબર ફ્રોડ થતા અટકાવવા માટે લોકોને પણ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, અજાણી લિંક કે અજાણ્યા મેસેજ પર આવતી લિંક ન ખોલીને પોતાના ઈમેલ આઈડી અને બેંક એકાઉન્ટની વિગતો પણ સાવચેત રાખીને ઉપયોગ કરવાની જરૂર છે. જે કંપનીઓનો ડેટા અસુરક્ષિત થયો છે તે કંપનીઓને અમારા દ્વારા ઇ મેઇલ કરી જાણ કરવામાં આવશે અને આ પ્રકારની ઠગાઈ અટકાવવા સતત કામગીરી કરવામાં આવશે." -- જીતેન્દ્ર યાદવ (અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી)
ઉકેલવા માટેની કામગીરી: અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે એક ખાસ ટેકનીકલ ટીમ દ્વારા આ પ્રકારના ગુનાઓની મોડસ ઓપરેન્ડી અને તેને ઉકેલવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. તેવામાં સાયબર ઠગ દ્વારા અમદાવાદના 250 સહિત ગુજરાતના 500 નાગરિકોની કંપનીઓના ઇમેલ આઇડી ઉપર વોચ રાખી તેના ઈમેલ કોમ્પ્યુટર ઉપર માલવેર વાયરસ સેન્ડ કરવામાં આવ્યા આવવાની હકીકત સામે આવી છે. બેંક એકાઉન્ટની વિગતોમાં ચેડા કરીને પેમેન્ટ મેથડ બદલી અને સીમ સ્વેપિંગ જેવા ગુનાઓ આગામી દિવસોમાં બને તેવી શક્યતા સેવાઇ રહી છે.
4 જેટલી સરકારી ઇમેલ આઇડી: સાઈબર ઠગ જોડે જે ડેટા છે. તેનાથી તેઓ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ દ્વારા કુલ 14 જેટલી સરકારી ઇમેલ આઇડી પણ હેક થયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તમામ નાગરિકોને વેપારીઓને પોતાના ઈમેલ કોમ્પ્યુટર સિક્યોર રાખવા અને તેમાં રહેલી ફાઈલ અથવા તો લિંકને એન્ટિવાયરસ સોફ્ટવેરથી સ્કેન કર્યા બાદ ખોલવાની પણ અપીલ કરવામાં આવી છે.