અમદાવાદ : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર પર બિપરજોય વાવાઝોડું હિટ થવાની શકયતા છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તે અગાઉ ગુજરાત સરકારે માઈક્રો પ્લાનિંગ કરીને જિલ્લા કલેક્ટરો સાથે વર્ચ્યુલી બેઠક કરીને સમીક્ષા કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ગોઠવાઈ ગઈ છે.
બિપરજોયની હાલની સ્થિતિ : લેટેસ્ટ અપડેટ એ મળી રહ્યું છે કે બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ તરફ ફંટાય તેવી પુરી શક્યતા છે. જેથી કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ મોડ પર મુકીને 144મી કલમ લાગુ કરી દેવાઈ છે. કચ્છ ભૂજના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું યુદ્ધના ધોરણે સ્થળાંતર શરૂ કરી દેવાયું છે. કચ્છમાં એસડીઆરએફની બે ટીમ તહેનાત કરી દેવાઈ છે.
1882 અને 1998ના વાવાઝોડાંમાં ભારે તબાહી :ગુજરાત પર અત્યાર સુધી આવેલા વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાતમાં 1982 અન 1998માં આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો હતો. 1998ના વાવાઝોડાથી 1100થી વધુ લોકોના મોત થયા હતા. 1982ના વાવાઝોડામાં 507 લોકોના જીવ ગયા હતા.

75 કરોડ રૂપિયાનું નુકસાન :1975ના નવેમ્બરમાં ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવ્યું હતું. તે વખતે જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં વાવાઝોડાની અસર જોવાઈ હતી. 85 લોકોના મોત થયા હતા અને ગુજરાતમાં તે વખતે 75 કરોડ રૂપિયાનાં નુકસાનનો અંદાજ હતો.1976ના મે-જૂન મહિનામાં વાવાઝોડુ આવ્યું હતું. મહેસાણા, પંચમહાલ, રાજકોટ, ભરૂચ અને ભાવનગર પર વાવાઝોડાની અસર સૌથી વધુ જોવા મળી હતી.
52 કરોડનું નુકસાન : 1981ના ઓકટોબરના એન્ડમાં અને નવેમ્બરના સ્ટાર્ટિંગમાં દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડુ આવ્યું હતું, જે વખતે રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાને સૌથી વધુ અસર થઈ હતી. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 52 કરોડનું નુકસાન થયું હતું.

સૌથી વધુ વિનાશક વાવાઝોડા :1982ના વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી. વેરાવળથી 45 કિમી દૂર આ વાવાઝોડુ ઉદભવ્યું હતું. તેમાં 507 લોકોના મોત અને 1.50 લાખ ઘરને નુકસાન થયાં હતાં અને 50થી વધુ માછીમારો લાપતા બન્યાં હતાં. 1982ના નવેમ્બર મહિનામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાનું સર્જન થયું હતું. જ્યારે 1996ના જૂનમાં આવેલા વાવાઝોડાએ ગુજરાતના 19 જિલ્લા પર વધુ ગંભીર અસર થઈ હતી. 33 લોકોના મોત અને અંદાજે 28,000 જેટલા ઘરોને નુકસાન થયું હતું. 1998ના વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી હતી તેમાં 1173 લોકોના મોત થયા હતાં અને 1774 લોકો લાપતા થયા હતાં. જ્યારે 1855 કરોડનું આર્થિક નુકસાન થયું હતું
તાઉતે વાવાઝોડું : 2021ના વર્ષમાં મે મહિનામાં તાઉતે વાવાઝોડુ આવ્યું હતું. તે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને 180 કિ.મીની ઝડપે ફૂંકાયેલ પવનથી 14 જિલ્લામાં નુકસાનના સમાચાર આવ્યા હતા. પણ લેન્ડફોલ થયા પછી આ વાવાઝોડું નબળુ પડી ગયું હતું. તાઉતે વાવાઝોડાને કારણે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના 14 જિલ્લામાં લાઈટ જતી રહી હતી. ઠેરઠેર ઝાડ પડી ગયા હતા અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. કેટલાક કાચા મકાનના ઝાપરા ઉડી ગયા હતા અને કેટલાક કાચા ઘર જમીનદોસ્ત પણ થઈ ગયા હતાં.
આ વર્ષમાં સૌથી વધુ વાવાઝોડાં : 1999 પછી ભારતના સમુદ્ર પર કુલ 60 વાવાઝોડા સર્જાયા છે. મળતી માહિતી મુજબ ભારતમાં 1967થી અત્યાર સુધીમાં 125 વાવાઝોડા આવ્યા છે. જેમાં કેટલાક ગંભીર હતા, તો કેટલાક નબળા પણ પડી હતા. 2020માં એમ્ફાન અન નિસર્ગ વાવાઝાડાએ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે નુકસાન સર્જયું હતું. 2018નું વર્ષ એવું કે તે વર્ષમાં સૌથી વધુ સાત વાવાઝોડા આવ્યા હતા. એક રીપોર્ટ અનુસાર વિશ્વમાં જેટલા વાવાઝોડા ઉદભવે છે તેમાંથી 7 ટકા હિંદ મહાસાગરમાં સર્જાય છે. ભારતમાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વાવાઝોડા વધુ સર્જાય છે.
- Cyclone Biparjoy: સુરતના દરિયા કિનારે ફુંકાયો ભારે પવન, 108ની ટીમ પણ એલર્ટ મોડમાં, અધિકારીઓને હેડકવૉટર ન છોડવા સુચના અપાઈ
- Cyclone Biparjoy : ગુજરાતમાં જોવા મળશે બિપરજોયની અસર, 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અને રાજ્યમાં વરસાદી માહોલ થશે : અંબાલાલ પટેલ
- Cyclone Biparjoy: વાવાઝોડાની આગાહી સાથે રાજકોટમાં વરસાદ શરૂ, તંત્રએ તમામ તૈયારીઓ કરી સતર્ક રહેવા જણાવ્યું