તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું કચ્છ તરફ ફંટાયું છે. વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો ન થતા હવામાન વિભાગ દ્વારા દુજરાત પર વાવાઝોડાનો ખતરો યથાવત રહેવાની માહિતી આપી હતી. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી 48 કલાકમાં ગુજરાતના કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર સૌથી વધુ થવાની સંભાવના છે. 18 જૂનના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે. સાથે જ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 17 અને 18 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતના કચ્છ સુધી પહોંચશે.
હાલમાં જોઈએ તો વાવાઝોડું પોરબંદરથી 260 કિમી દૂર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા ભારે વરસાદ પડી શકે છે.