પ્રથમ બનાવમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા યુવકને જોબની લાલચ આપીને છેતરપિંડી કરનાર ગેંગની સાયબાર ક્રાઈમે દિલ્હીના લક્ષ્મી નગરથી કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા જેમાં તેઓ સારી કંપનીમાં જોબની ઓફર આપીને રજીસ્ટ્રેશનની ફી તેમજ અલગ અલગ પ્રોસેસિંગ ફી પેટે પૈસા પડાવતા હતા. આરોપીઓએ કુલ 4 લાખ 72 હજારથી વધુની છેતરપિંડી કરી છે, જેમાં પોલીસે હાલ તો ૩૩ મોબાઈલ ફોન, ૧ લેપટોપ તેમજ ૧ કોમ્પ્યુટર, સીપીયુ કબજે કરીને આ ગુનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અન્ય કિસ્સામાં દેશમાંથી વિદેશ જવાની લોભામણી લાલચ આપીને લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તાજેતરમાં જ સાઈબર ક્રાઈમે એક નાઈઝીરીયનની ધરપકડ કરી છે, જે અહીંના લોકોને કેનેડા જવાની લાલચ આપીને પૈસા પડાવતો હતો. આ આરોપી પાસપોર્ટ, મેરેજ સર્ટી તેમજ તમામ પુરાવા લઇ વિઝા માટે પ્રોસેસિંગ ફી તેમજ અલગ અલગ ચાર્જ પેટે કુલ ૩૧.૯૮ લાખ રૂપિયા પડાવી ચુક્યો છે. જેને લઈને પોલીસે દિલ્હીથી આ આરોપીની ધરપકડ કરીને ૩ મોબાઈલ ફોન, ૧ લેપટોપ, ૧ પાસપોર્ટ સહીત કંપનીનું આઈકાર્ડ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.