અમદાવદઃ દેશમાં કોરોનાના કારણે પહેલાથી જ મહામારી ફેલાઈ છે પરંતુ આવામાં પણ કેટલાક લોકો ગુના કરવામાં પાછળ નથી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
એક યુવાને યુવતીના નામનની ઇન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી અને સાથો સાથ તેનો ફોટો કોઈ પણ રીતે મેળવી તેનો પણ દૂરઉપયોગ કરી યુવાને યુવતીનો મોબાઈલ નંબર મૂકી બીભત્સ લખાણ પણ લખ્યું હતું. જેથી ફરિયાદી યુવતીની બદનામી થાય આ વાતની જાણ થતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે આરોપી અને ફરિયાદી એક મિત્ર મારફતે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપીને યુવતી પર દિલ આવી ગયું, તેણે ફરિયાદીને મોબાઈલ પર ફ્રેન્ડશીપ માટે મેસેજ કર્યો હતો. પરંતુ યુવતીએ રિપ્લે કરતા આરોપી ગુસ્સામાં આવી ગયો હતો અને ત્યાર બાદ તેને આ ગુનો કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી તપાસ કરી હતી.
મહત્વનું છે કે, આ પ્રકારના ગુના દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ એક આરોપીએ એક તરફી પ્રેમમાં પણ એક મહિલાની ફેક ID બનાવી બદનામ કરવાની કોશિશ કરી હતી. જો કે આવા લોકોને કડક સબક શિખવવા સાયબર ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે.