ગાંધીનગર : ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના 350થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતના કુલ કેસમાંથી અમદાવાદમાં કોરોનાના 50 ટકા કરતાં વધુ કેસ છે. જેને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે અમદાવાદ સિટી વિસ્તારમાં વ્યાપક ઝુંબેશ કરીને કોરોનાને દબાવી દેવામાં આવે. કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તે માટે કરફ્યૂ નાંખવાનો નિર્ણય લેવાયો છે.
15 એપ્રિલથી સવારે 6 વાગ્યાથી અમદાવાદ સિટી વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં 21 એપ્રિલને સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યૂ લાદવામાં આવે છે. સાથે સાથે લોકોને તકલીફ ન પડે તે માટે બપોરે 1થી 4 દરમિયાન મહિલાઓ માત્ર જીવનજરૂરી વસ્તુ ખરીદી શકે તે માટે કરફ્યૂમાંથી મુક્તિ આપી છે. પુરુષોએ બહાર ન નીકળવું, આ કરફ્યૂ મુક્તિ માત્ર મહિલાઓ માટે છે.
અમદાવાદ સિટી વિસ્તાર અને દાણીલીમડામાં 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ - undefined
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં બમણો વધારો થયો છે, જેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે અમદાવાદ સિટી વિસ્તાર અને દાણી લીમડામાં 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી કરફ્યૂ લાદી દેવામાં આવશે.
![અમદાવાદ સિટી વિસ્તાર અને દાણીલીમડામાં 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ અમદાવાદ સિટી વિસ્તાર અને દાણીલીમડામાં 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી કરફ્યૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6792709-319-6792709-1586872312518.jpg?imwidth=3840)