ETV Bharat / state

Crime In Ahmedabad: અમદાવાદ ખાતે જનેતા પર પુત્ર અને વહુ દ્વારા કરાયો એસિડ એટેક - Odhav police

જ્યારે 25 ડિસેમ્બરના રોજ લોકો ક્રિસ્મસની ઉજવણી (Christmas celebration) કરતા હતા. તે દરમિયાન અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચકચારી ઘટનાએ આકાર લીધો છે. ઘટના છે કે, જનેતા પર પુત્ર અને વહુ દ્વારા એસિડ એટેક (Acid attack) કરવામાં આવ્યો છે. સંપત્તિની તકરારમાં ઘટનાએ લીધો આકાર છે.

Crime In Ahmedabad: અમદાવાદ ખાતે જનેતા પર પુત્ર અને વહુ દ્વારા કરાયો એસિડ એટેક

author img

By

Published : Dec 27, 2021, 7:53 PM IST

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચકચારી ઘટનાએ આકાર લીધો છે. તમામ લોકો જ્યારે 25 ડિસેમ્બરના રોજ ક્રિસ્મસની ઉજવણી (Christmas celebration) કરતા હતા. તે દરમિયાન ઓઢવમાં પતિ-પત્નીએ ભેગા મળીને એસિડ એટેકની (Acid attack) ઘટનાને અંજામ આપ્યો. કોના પર થયો એસિડ એટેક અને તેની પાછળનું કારણ શું હતું આવો જાણીએ અહેવાલમાં.

Crime In Ahmedabad: અમદાવાદ ખાતે જનેતા પર પુત્ર અને વહુ દ્વારા કરાયો એસિડ એટેક

એસિડ એટેકે લોહીના સંબંધોને લગાડ્યું લાંછન

માતા અને પુત્રના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 60 વર્ષીય વૃધ્ધ પર તેના જ પુત્રએ અને વહુ બંન્નેએ ભેગા મળી એસીડ ફેંકી હુમલો કર્યો હતો. હાલ આ વૃધ્ધ મહિલાને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલાની ઓઢવ પોલીસ (Odhav police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એસિડ એટેકના આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

જનેતા પર પુત્ર અને વહુનો એસિડ એટેક

ઓઢવા પોલીસને ફરિયાદ મળી કે ૬૦ વર્ષના સીનિયર સીટીઝન (Senior Citizen) મહિલા પર એસિડ એટેક થયો છે. જેની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.મધુરમ સોસાયટીમાં ફરિયાદી સાથે રહેતા તેના પુત્ર મુકેશ અને તેની પત્નીએ ભેગા મળીને ૨૫ ડિસેમ્બર એટલે કે ક્રિસમસની મધરાતે પોતાની જ માતા પર એસિડ એટેક કર્યો હોવાની હકીકત સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી ઘટના પાછળની હકીકત જાણવા કવાયત હાથ ધરી હતી.

સંપત્તિની તકરારમાં ઘટનાએ લીધો આકાર

આ કળિયુગમાં ફરી એકવાર મિલકતના કારણે લોહીના સંબંધો પર લાંછન લાગ્યું છે. મિલકત લાલચે પુત્રને છતી આંખે આંધળો કરી નાખ્યો. રૂપિયાની લાલચમાં એક પુત્ર પોતાની પત્ની સાથે મળીને માથા પર જીવલેણ હુમલો કરવા તૈયાર થઈ ગયો હતો પણ પોલીસને એસિડ એટેકની જાણ થતા પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

આ પણ વાંચો:

Opium seized in Dahod: દાહોદ લોકલ ક્રાઇમ બ્રાચે ભથવાડા ટોલનાકા પરથી અફીણના પોષડોડાનો જથ્થો ઝડ્પયો

Robbery Case In Morbi:મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.