અમદાવાદ: વર્લ્ડ કપ 2023ની 36મી મેચ શનિવારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ કોઈપણ ભોગે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. કારણ કે, ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલના માર્ગમાં પોતાના માટે મુશ્કેલીઓ ઊભી કરવાનું પસંદ કરશે નહીં. જોકે ઈંગ્લેન્ડ પહેલાં જ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે. જો બાકીની તમામ મેચો જીતી લેે તો પણ તે ટોપ 4માં પહોંચી શકશે નહીં.
-
Two thrilling matches with major #CWC23 semi-final implications 🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Who are you cheering for?#CWC23 | #NZvPAK | #ENGvAUS pic.twitter.com/JZnUmdhHbP
">Two thrilling matches with major #CWC23 semi-final implications 🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023
Who are you cheering for?#CWC23 | #NZvPAK | #ENGvAUS pic.twitter.com/JZnUmdhHbPTwo thrilling matches with major #CWC23 semi-final implications 🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023
Who are you cheering for?#CWC23 | #NZvPAK | #ENGvAUS pic.twitter.com/JZnUmdhHbP
બંનેનો ટ્રેક રેકોર્ડ : ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ટેબલમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો બંને ટીમો વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો બંને વચ્ચે અત્યાર સુધીમાં 155 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 87 મેચ અને ઈંગ્લેન્ડે 63 મેચ જીતી છે. જેમાં 3 મેચ રદ અને બે ટાઈ થઈ હતી. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 5 જાન્યુઆરી 1971ના રોજ રમાઈ હતી અને છેલ્લી મેચ 22 નવેમ્બર 2022ના રોજ રમાઈ હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે યોગ્ય છે. જો કે સામાન્ય રીતે આ સ્ટેડિયમમાં મેચની પ્રથમ કેટલીક ઓવરોમાં સીમરોનું વર્ચસ્વ હોય છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરો પણ મેચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બેટ્સમેનોને પિચ પર વધુ સમય મળે તેવી આ પિચ જેમ જેમ મેચ આગળ વધે છે તેમ બોલ વધુ સારી રીતે બેટ પર આવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર તાજેતરના સમયમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. આવી પિચ પર હાઈ સ્કોરિંગ મેચ થવાની ઘણી શક્યતાઓ હોઈ શકે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
હવામાન : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડની મેચમાં તાપમાન 34 ડિગ્રી સુધી રહી શકે છે. તેથી ખેલાડીઓ શરૂઆતમાં ગરમી અનુભવશે. સાંજે ઠંડકમાં વધારો થશે. Weather.com મુજબ વરસાદની કોઈ શક્યતા નથી તેથી દર્શકોને આખી મેચ જોવા મળશે. જ્યારે મેચમાં ભેજનું પ્રમાણ 61 ટકા રહેવાની ધારણા છે.
બંને ટીમના સંભવિત 11 ખેલાડી : ઈંગ્લેન્ડ - જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ હોઇ શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના સંભવિત 11 ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઇંગ્લિસ (wk), માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા હોઇ શકે.