- નરેન્દ્રના પત્નીએ ઈન્સ્યોરન્સ કંપની તમામ પોલિસી માટે ક્લેઇમ કર્યો હતો
- મૃત્યુ પામનારા વ્યક્તિ માટે તો એ આકસ્મિક મૃત્યુ જ છે
- LICને કન્ઝ્યુમર કોર્ટે મર્ડર એક્સિડેન્ટલ ડેથના પૈસા ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદ : નરેન્દ્રના મૃત્યુ પછી તેમના પત્ની ચેતના પરમારે ઇન્સ્યોરન્સ કંપનીમાં તમામ પોલિસી માટે ક્લેઇમ કર્યો હતો. પરંતુ પોલિસી કંપની દ્વારા ક્લેઇમ રિજેક્ટ કરવામાં આવી હતી. આ મુદ્દે તેમણે ફોરમ કોર્ટમાં અરજી કરતા પ્રાથમિક ધોરણે કોર્ટે મર્ડર માટે એક્સિડેન્ટલ ક્લેઇમમાં મંજૂર ન થઇ શકે તેવો ચુકાદો આપ્યો હતો.
વ્યક્તિનું મર્ડર થયું ત્યારે મર્ડરમાં તેમની કોઈ ભૂમિકા ન હતી
આ સામે અપીલમાં જતા કોર્ટે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીને પૈસા ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટે નિર્ણય આપ્યો હતો કે, જયારે વ્યક્તિનું મર્ડર થયું ત્યારે મર્ડરમાં તેમની કોઈ ભૂમિકા ન હતી. મૃત્યુ પામનારા વ્યક્તિ માટે તો એ આકસ્મિક મૃત્યુ જ છે.
આ પણ વાંચો : LICની રાષ્ટ્રવ્યાપી હડતાળને રાજકોટના LIC કર્મીઓનું સમર્થન
ઓફિસની નીચે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી
એડવોકેટ વી.એમ. પંચોલીએ જણાવ્યું કે, 3 માર્ચ 2009ના રોજ નરેન્દ્રસિંહ પરમાર કે, જેમણે ઈન્સ્યુરન્સ પોલિસી લીધેલી હતી. તેમને તેમની ઓફિસની નીચે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી. જેમાં તેમનું મોત થયું હતું. તેમના પત્ની દ્વારા પોલિસી માટે વીમા કંપનીમાં ક્લેઇમ કરવામાં આવ્યો.
આ પણ વાંચો : એક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો
કોર્ટે વીમા કંપનીને પોલિસીની રકમ ચૂકવવા આદેશ કર્યો
કંપનીએ નેચરલ ડેથ પોલિસીની તમામ રકમ ચૂકવી પણ એક્સિડેન્ટલ ક્લેઇમ એવા ગ્રાઉન્ડ ઉપર રદ્દ કર્યો કે હત્યા આકસ્મિક મૃત્યુમાં ન આવી શકે નહિ. આ મુદ્દે અમે કોર્ટમાં રજૂઆત કરી અને કોર્ટે વીમા કંપનીને પોલિસીની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો -
- આવતીકાલે શુક્રવારે ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓની દેશભરમાં હડતાળ
- આણંદમાં બેંક અને LIC કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
- અમદાવાદ: પતિ-પત્નીએ એકબીજાનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી LICમાંથી ક્લેમના 40 લાખ રૂપિયા મેળવ્યાં
- એલઆઈસી દ્વારા નડિયાદમાં કોરોના વોરિયર્સને માસ્ક, ટોપી અને સેનેટાઈઝર અર્પણ
- LIC એજન્ટ એસોસિએશને સરકારની નીતિ સામે વિરોધ કર્યો
- LIC સ્ટાફને ચૂંટણી ફરજમાં રાખવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો