- હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
- હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી માહિતી
- કોરોનાથી હાર્દિક પટેલના પિતાનું થયું હતું નિધન
અમદાવાદ : દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. ડૉક્ટર, પોલીસ, નેતા સહિત અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતા. સામાન્ય લક્ષણો હોવાથી તેઓ ઘરમાં જ આઇસોલેટ થઇ ગયા હતા. ત્યારે ગઇકાલે 12મી મેના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટ્વીટ કરી માહિતી આપી હતી.
આ પણ વાંચો : હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન: લોકો ભાજપથી નારાજ હોવાથી ઓછું મતદાન નોંધાયુ હતું
હાર્દિકે ટ્વીટ કરી આપી માહિતી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “આજે મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું સંપૂર્ણ સ્વસ્થ છું. કોરોનાના કહેરમાં મારા પિતાજી મારાથી દુર થઈ ગયાં છે. તેમનું નિધન થયું છે. આપ સૌને મારી વિનંતી છે. માસ્ક પહેરજો અને એકબીજાની મદદ કરજો. પર્યાવરણની સંભાળ રાખજો, એક વૃક્ષ ઘર પાસે અથવા ગામમાં જરૂર વાવો...”
આ પણ વાંચો :મુંબઈમાં હાર્દિક પટેલે શરદ પવાર સાથે મુલાકાત કરી