ગાંધીનગર : રાજ્યમાં કોરોનાવાઇરસ માથું ઉંચકી રહ્યો છે. પાંચ શહેરના 15 થી વધુ વિભાગોને કલસ્ટર કોરોન્ટાઇલ માં મૂકવામાં આવ્યા છે, જ્યારે આજે વહેલી સવારે જ બધું 19 જેટલા કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા હતા ત્યારે સાંજે વધુ 10 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
આ સાથે જ કોરોના પોઝિટિવ નો કુલ આંક 175 પર પહોંચ્યો છે, જ્યારે કોરોના વાઇરસને કારણે સુરત અને પાટણના બે દર્દીના મોત પણ નીપજ્યા છે. આજના તમામ કેસો લોકલ ટ્રાન્સમિશનમાં આવ્યા છે. જેમાં અમદાવાદ 6, સૂરતના 3 અને રાજકોટના એક દર્દીનો સમાવેશ થાય છે. આજે 1000 જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે. જામનગરના બાળકનું પરિસ્થિતી નાજૂક હોવાની વાત પણ રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું.
આ બાબતે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું કે હાઈ કમિટીની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ સૂચના આપી છે જેમાં અમદાવાદ કે અન્ય જગ્યા પર જ્યાં વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ હોય ત્યાં વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવે ઉપરાંત પોલીસને પણ જે તે જગ્યા પર ખાસ લોકડાઉન કરવાની સૂચના આપવામાં આવી છે. આમ, હવે ક્લસ્ટર વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ સઘન તાપસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ માહિતી નહીં આપે અને ટેસ્ટિંગ પછી કોરોના પોઝિટિવ આવશે તો તેમના વિરુદ્ધ પર ફોરદારી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના 4 શહેરોના કુલ 15 જેટલા વિસ્તારમાં ક્લસ્ટર કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે ત્યારે જે રીતે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ક્લસ્ટર ઝોનમાં આરોગ્ય વિભાગ ની ખાસ ટિમ ને તૈનાત કરવામાં આવી છે અને તમામ ટિમ તમામ લોકોનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે.. આમ સમગ્ર રાજ્યના ક્લસ્ટર ઝોનમાં ક 143 આરોગ્ય ની ટિમ દ્વારા 1,55,028 લોકોનું ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ગ્રામ વિસ્તારમાં કોરોના કેસ સામે આવ્યા છે ત્યારે હવે ગ્રામ વિસ્તારમાં પણ ઘરે ઘરે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત જિલ્લા કલેકટર સાથે વિડિઓ કોંફરન્સ કરીને તમામ સૂચના આપવામાં આવી છે.
જુઓ ક્યાં જિલ્લામાં કેટલા કેસો
- અમદાવાદ 83
- સુરત 22
- બરોડા 12
- રાજકોટ 11
- ગાંધીનગર 13
- ભાવનગર 14
- કચ્છ 2
- મહેસાણા 2
- સોમનાથ 2
- પોરબંદર 3
- પંચમહાલ 1
- પાટણ 5
- છોટા ઉદેપુર 1
- જામનગર 1
- મોરબી 1
- સાબરકાંઠા 1
- આણંદ 1
ક્યાં કેટલા મોત થયા..
ગુજરાતમાં કુલ 14 લોકોનું મૃત્યુ થયું
- અમદાવાદ 5
- સુરત 3
- વડોદરા 2
- ભાવનગર 2
- પંચમહાલ 1
- પાટણ 1