- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવેક્સન આપવાનો શુભારંભ
- ડોક્ટર તેજશ્રી પટેલે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
- દેશભરમાં શરૂ કરવામાં આવ્યું રસીકરણ
અમદાવાદઃ જિલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણિપુરા ખાતે કોવેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે વિરમગામમાં ગાયનેક ડોક્ટર પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ડૉક્ટર તેજશ્રી પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વૈજ્ઞાનિકોના અથાગ પ્રયાસોથી કોરોના વેક્સિન તૈયાર કરવામાં આવી હતી. ત્યારે આ રસી તબક્કાવાર ફન્ટલાઈન વોરિયર અને આરોગ્ય કર્મચારીઓને રસીકરણ કરવામાં આવશે.
પ્રથમ દિવસે 55 કોરોના વોરિયર્સને ડોઝ આપવામાં આવ્યો
મણિપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે 55 કોરોના વોરિયર્સ કર્મચારીઓને કો વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. રસીકરણ કેન્દ્ર પર જિલ્લા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈ, મેડિકલ ઓફિસર આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, વેક્સિન લેનારને કોઈ ખાવા-પીવાની કે અન્ય પરેજી રાખવાની જરૂર રહેશે નહી, માત્ર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.