અમદાવાદ: ઘણા તબીબી નિષ્ણાતોએ ઓક્સિજનના પ્રમાણની સમયાંતરે ચકાસણી કરવા માટે સલાહ આપી છે. આ સંજોગોમાં SPO2 એટલે કે ડિજીટલ પલ્સ ઓક્સિમીટર દરેક ઘરમાં રાખવું હિતાવહ છે.SPO2નું મુખ્ય કાર્ય લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે તે દર્શાવવાનું છે. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિમાં 97 થી 98 ટકા ઓક્સિજનનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ દરેક વ્યક્તિમાં ઓક્સિજનના પ્રમાણમાં વઘ-ઘટ થતી જોવા મળે છે. ધુમ્રપાન, હ્રદય, કિડની અને ફેફસાં સાથે સંકળાયેલા રોગો ઘરાવતા દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું પણ હોઈ શકે.
આંગળીના ટેરવે ઓક્સિજનનું પ્રમાણ માપવું શકય, કોરોના વચ્ચે દિવસમાં 2 વાર માપવું જોઈએ - ઓકિસજનનું પ્રમાણ સમયાતંરે માપવું જોઇએ
માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો માણસનું મૃત્યુ થવાની શક્યતા રહેલી છે. શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાઈ રહે તેની પૃષ્ટિ કરવી તે અત્યંત જરૂરી છે. કોરોનાની ગંભીરતા શરીરમાં ઘટતા ઓક્સિજનના પ્રમાણ સાથે વધી શકે છે તેવું તબીબી નિષ્ણાતોનું માનવું છે.