અમદાવાદ : શહેરનો નહેરુનગર ચાર રસ્તા વિસ્તાર સામાન્ય દિવસોમાં ભારે ટ્રાફિકથી ધમધમતો હોય છે. જો કે, હાલ લૉકડાઉનને કારણે સાવ સૂમસામ થઈ ગયો છે. આ નહેરુનગર ચાર રસ્તાના સર્કલ પર કોરોના વાઇરસના ચેપથી કેવી રીતે બચી શકાય તેવા સંદેશાઓ રોડ પર ચારે તરફ દોરવામાં આવ્યા છે. જેથી વાહનચાલકો રોડ પરથી પસાર થયા તો તેમને તુરંત જ સંદેશા વાંચવા મળે.
નહેરુનગર સર્કલની ચારે તરફ માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથ ન મિલાવો- નમસ્તે કહો, સ્ટે હોમ જેવા સંદેશ ચિત્ર લખવામાં આવ્યા છે. તેમજ કોરોના વાઇરસનું મોટું ચિત્ર પણ દોર્યું છે, અને તેની પર ગુજરાતનો મેપ દોર્યો છે. જે દર્શાવે છે કે, ગુજરાત કોરોના પર જીત મેળવીને જંપશે.