અમદાવાદઃ કોરોના વાયરસના સ્ટેજ-3માં અત્યારે ભારત પ્રવેશી ચૂક્યું છે.જ્યાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે.અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 83 ઉપર પહોંચી ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે વિસ્તારોમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના ફેલાવાને અટકાવવા હરસંભવ કોશિશ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બફર ઝોન જાહેર કરાયેલાં વિસ્તારોમાં આવનાર અને જનાર તમામેતમામ વ્યક્તિઓની કોરોના સંદર્ભે તપાસ માટે ચેકઅપ પોઇન્ટ આજથી જ શરુ થઈ ગયાં છે.
અમદાવાદના કોટ વિસ્તાર સહિત જે વિસ્તારોને બફર ઝોન તરીકે જાહેર કર્યા છે. ત્યાં રોડ ઉપર નીકળતાં દરેક કર્મચારી અને નાગરિકોના હેલ્થ ચેકઅપ કરાવવા માટે કોરોના ચેકઅપ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં વ્યક્તિનું ટેમ્પરેચર માપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.