- ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
- 24 કલાકમાં સૌથી વધુ 7,410 કેસ નવા નોંધાયા
- રાજ્યમાં 24 કલાકમાં 73 લોકોનું કોરોનાથી મૃત્યુ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,410 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ મહામારીને કારણે વધુ 73 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 5 હજારની નજીક પહોંચી ગયો છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ 24-24 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ કચ્છમાં સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે હવે ગામડામાં પણ કોવિડ સેન્ટરનો પ્રારંભ
અમદાવાદમાં 2,400થી વધુ પોઝિટિવ કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,491 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1,424 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પણ 551 કેસ સામે આવ્યા છે, વડોદરા શહેરમાં 317 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્યમાં 231, મહેસાણામાં 191, જામનગર કોર્પોરેશનમાં 189, વડોદરામાં 135, ભરૂચમાં 124, બનાસકાંઠામાં 119, જામનગરમાં 119, પાટણમાં 108, રાજકોટ ગ્રામ્યમાં 102, ભાવનગર શહેરમાં 84, ભાવનગર ગ્રામ્યમાં 81, નવસારીમાં 78, આણંદમાં 76, પંચમહાલમાં 73, સુરેન્દ્રનગરમાં 69, કચ્છમાં 68, ગાંધીનગર જિલ્લામાં 62, દાહોદમાં 61, ગાંધીનગર શહેરમાં 58, અમરેલીમાં 55, જૂનાગઢ શહેરમાં 54, જૂનાગઢ ગ્રામ્યમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસના કેસ? ક્યારે કેટલા કેસ?
- 14 એપ્રિલ-7,410 કેસ
- 13 એપ્રિલ-6,690 કેસ
- 12 એપ્રિલ- 6,021 કેસ
- 11 એપ્રિલ- 5,469 કેસ
- 10 એપ્રિલ- 5,011 કેસ
- 9 એપ્રિલ- 4,541 કેસ
- 8 એપ્રિલ- 4,021 કેસ
- 7 એપ્રિલ- 3,575 કેસ
- 6 એપ્રિલ- 3,280 કેસ
- 5 એપ્રિલ- 3,160 કેસ
- 4 એપ્રિલ- 2,875 કેસ
- 3 એપ્રિલ- 281 કેસ
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં વધારો
રાજ્યના ચાર મહાનગરોમાં મૃત્યુ આંક વધ્યો
રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધ્યો છે. અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ 24-24 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, રાજકોટ ગ્રામ્યમાં 2, સાબરકાંઠામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, જૂનાગઢ શહેર, સુરત જિલ્લા અને વડોદરા ગ્રામ્યમાં 1-1 વ્યક્તિનું કોરોનાથી મોત થયુ છે. રાજ્યમાં કુલ 1,66,698 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 3,23, 371 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.96 ટકા છે.