ગાંધીનગર : રાજ્યમાં દિવસે દિવસે કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યા છે, 31 માર્ચના સાંજે આપેલી માહિતી બાદ બીજા 8 કેસનો વધારો થયો હતો. જ્યારે સાંજે બીજા 5 કેસોનો વધારો થયો હોવાનું રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું.
સુરતમાં 2, પોરબંદર માં 2 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જે બાદ અમદાવાદ કોરોના વાઇરસનો આંક 31 સુધી પહોંચ્યો છે. જ્યારે ગુજરાત માં કુલ 887 જેટલા કેસો કોરોના વાઇરસના પોઝિટિવ આવ્યા છે.
આજે આરોગ્ય બુલેટિન દરમિયાન રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધીમાં કુલ 13 કેસોનો વધારો થયો છે. રવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના બોપલ, ચાંદખેડા, શાહપુર, રાયપુર, અને બાપુનગર વિસ્તારમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, જ્યારે બાપુનગર વિસ્તારમાં જ 3 કેસ સામે આવ્યાં છે.
જયંતિ રવિએ આગળ વાત કરતાં કહ્યું જણાવ્યું હતું કે, અમદાવાદના જે વિસ્તારોમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તે વિસ્તાર બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને ત્યાં જાઉં અને અન્ય વ્યવસ્થાઓ માટે ખાસ ચર્ચા કરવામાં આવી છે.
- આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી પણ ગુજરાત સરકારે વધુ માત્રામાં માસ્કનો જથ્થો પણ મંગાવ્યો છે જે આજ સુધી અથવા તો આવતી કાલ સવાર સુધી ગુજરાત રાજ્યને જથ્થો મળી જશે ઉપરાંત અમદાવાદમાં ટૂંક સમયમાં 1200 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવશે..
ક્યાં શહેરમાં કેટલા કેસ...
- અમદાવાદ 31
- ગાંધીનગર 11
- રાજકોટ 10
- સુરત 12
- બરોડા 9
- ભાવનગર 6
- ગીર સોમનાથ 2
- કચ્છ 1
- મહેસાણા 1
- પોરબંદર 3
- પંચમહાલ 1