અરવલ્લીઃ જિલ્લાના ભિલોડામાં વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સાબરકાંઠાના હિંમતનગરમાં બે દિવસ માટે આવિષ્કાર હોસ્પિટલમાં રખાયાં હતાં. જેથી હોસ્પિટલના 29 વ્યક્તિઓના સ્ટાફને કોવિદ-19 હોસ્પિટલમાં રિપોર્ટ માટે ખસેડવામાં આવ્યાં હતાં.
અરવલ્લીના ભિલોડામાં એક રિપોર્ટ પોઝિટિવ આવતા સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર ખાતે આવેલી આવિષ્કાર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં. આ હોસ્પિટલમાં વૃદ્ધાને બે દિવસ માટે એડમિટ કરાયા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.
સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં કોરોના વાઇરસનો એક કેસ પોઝિટિવ આવતા બંને જિલ્લાઓમાં ભારે ખળભળાટ સર્જાયો છે. જેમાં દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતાં. જેના પગલે કોરોના વાઇરસના ચેપ અંગેની સાચી સ્થિતિ જાણી શકાય. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલના 29 જેટલા સ્ટાફને કોવિદ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ કરાયા હતાં. તેમજ તમામના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
જો કે, સાબરકાંઠા જિલ્લાની સિવિલ હોસ્પિટલના વોર્ડ બોયને થયેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ હવે નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. તેવા સમયે અરવલ્લીના વૃદ્ધાનો કેસ પોઝિટિવ આવતા સાબરકાંઠા જિલ્લામાં ખાસ તકેદારીની શરૂઆત કરાઈ છે. જોકે અરવલ્લીથી આવેલા વૃદ્ધાના પગલે સાબરકાંઠા જિલ્લામાં હોસ્પિટલ સહિતના સ્ટાફને આઇસોલેટ કરાયા છે, ત્યારે આગામી સમયમાં ફરીથી આવા દર્દી થકી સ્થિતિ ગંભીર ન બને તે જરૂરી છે જોકે વહીવટીતંત્ર આ મામલે હજુ કઠોર પગલા ક્યારે ભરાશે તો આગામી સમય જ બતાવશે.