ETV Bharat / state

થિયેટરમાંથી કોપી કરીને ફિલ્મ વેચી રહ્યા હતા, સાયબર ક્રાઇમએ દબોચી લીધા - cyber crime

આ વર્ષમાં ખુબ ફિલ્મો આવી છે. પરંતુ લોકો પોતાની કમાણી આ ફિલ્મોમાંથી કરવા માટે નવા નવા તુક્કા લગાવતા હોય છે.જેમાં અમદાવાદમાં આવી જ એક ધટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિઓએ થિયેટરમાંથી કોપી કરી તે ફિલ્મને ટેલિગ્રામ પર પેઈડ ચેનલમાં (Viral in paid channel) વાયરલ કરી તેઓને આર્થિક નુકસાન થાય તેવું કૃત્ય કર્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમએ(cyber crime) ટેકનિકલ એનાલિસિસ કરીને સુરત અને રાજકોટના બે યુવકોની ધરપકડ કરી છે.

થિયેટરમાંથી કોપી કરીને ફિલ્મ વેચી રહ્યા હતા, સાયબર ક્રાઇમએ દબોચી લીધા

author img

By

Published : Nov 29, 2022, 3:32 PM IST

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમએ(Ahmedabad Cyber Crime) ફિલ્મોની પાયરસી કરનાર બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદીએ બનાવેલી ફિલ્મ અજાણ્યા વ્યક્તિઓએ થિયેટરમાંથી કોપી કરી તે ફિલ્મને ટેલિગ્રામ પર પેઈડ ચેનલમાં વાયરલ (Viral in paid channel)કરી તેઓને આર્થિક નુકસાન થાય તેવું કૃત્ય કર્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમએ (cyber crime) ટેકનિકલ એનાલિસિસ કરીને સુરત અને રાજકોટના બે યુવકોની ધરપકડ કરી છે.

ઓમ મંગલમ સિંગલમ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પ્રોડક્શન હાઉસની બનેલી 'ઓમ મંગલમ સિંગલમ' નામની ફિલ્મ ગુજરાતના જુદા જુદા થિયેટરમાં રિલીઝ થયા બાદ અજાણી વ્યક્તિએ તેમની ફિલ્મના સ્ક્રીન પ્રિન્ટિંગનું રેકોર્ડિંગ કરી કે પછી અન્ય કોઈ રીતે તેમની ફિલ્મ ચોરી કરી તે ફિલ્મ મંજૂરી વગર cinevood.boats નામની વેબસાઈટ ઉપર તેમજ harry prince bapu લખેલ ટેલિગ્રામ ચેનલ તેમજ latest movie prime નામની ટેલિગ્રામ ચેનલે (Telegram channel) પોતાના પ્લેટફોર્મ પર મૂકીને ફિલ્મની પાયરસી કરી ફરિયાદીની ફિલ્મનું વેચાણ કરી ગુનો કર્યો હતો. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ એ અલગ અલગ રીતે તપાસ કરતા સુરતમાંથી હાર્દિકગીરી ગોસ્વામી નામના 26 વર્ષીય યુવકને તેમજ રાજકોટમાંથી ઋષિ મોલીયા નામના 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

ટેલિગ્રામ ચેનલ મારફતે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેઓએ આ ફરિયાદીની મુવી Cinevood નામની ટેલિગ્રામ ચેનલ મારફતે મેળવી પોતાની ટેલિગ્રામ ચેનલ ઉપર પેઈડ કસ્ટમરને જોવા માટે મૂકીને ગુનો કર્યા હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે ઝડપાયેલો આરોપી હાર્દિકગીરી ગોસ્વામી એમ.કોમ સુધી અભ્યાસ કરેલો છે. તેમજ હાલ શ્રી યોગેશ્વર જેમ્સ નામની કંપનીમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય આરોપી ઋષિ મોલીયા 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. અને હાલ પોતે સુપર ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં બી.એમ.સી ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાની હકીકત સામે આવી છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ એ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.