- ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા 2 લાખની પોલિસી ઉતરાવી હતી
- સારવારનો ખર્ચ સમક્ષ રજૂ કરતા કંપની મોટાભાગની રકમ ન ચૂકવી
- ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે તમામ રકમ 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદઃ સામાન્ય પરિવારમાંથી આવતા અમદાવાદના લાલજીભાઈ ખટીકે(Laljibhai Khatike) ડીજે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2015 થી 2016 સુધી રૂપિયા 2 લાખની પોલિસી ઉતરાવી હતી. આ સમયે તેમને પાચનતંત્ર, સ્પેઇન અને યુરોલોજીની સમસ્યા ઉભી થતા તેમણે હોસ્પિટલમાં સારવાર લેતા કુલ ખર્ચ 41,307 રૂપિયા થયો. જેનો ક્લેમ ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ રજૂ કરતા કંપનીએ માત્ર 15,654 રૂપિયા ચૂકવતા 26,053 રૂપિયાની કપાત કરી હતી. ઇન્સ્યોરન્સ કંપનીએ મોટાભાગની રકમ ન ચૂકવતાં ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં (Consumer Court)ફરિયાદ કરતાં કોર્ટે ગ્રાહક તરફી હુકમ (Court pro-consumer order)કર્યો હતો.
આ રકમ વીમા કંપનીએ ખોટી રીતે કપાત કરી
મહત્વનું છે કે ઇન્સ્યોરન્સ કંપનીએ દર્દીના 26,053 રૂપિયાની કપાત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ઇન્સ્યોરન્સ કંપનીએ વીઝીટીંગ ચાર્જન 2,311 ઓપરેશન ચાર્જના 14,444 ઓપરેશન થિયેટરના 2,888, એનેસ્થેસિયા ચાર્જના 2,888, તથા કન્સલ્ટિંગ ચાર્જના 216 રૂપિયાનો ખર્ચ દર્દીના ટ્રીટમેન્ટ અંગેના ખર્ચની રકમ છે તેથી તે મેળવવા ગ્રાહક હકદાર છે. તેથી આ રકમ વીમા કંપનીએ ખોટી રીતે કપાત કરી છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે ફરિયાદી એટલે કે ગ્રાહક 22,747 રૂપિયા મેળવવા હકદાર છે. આ રકમ ઇન્સ્યોરન્સ કંપનીએ અરજી દાખલ થયાની તારીખ એટલે કે વર્ષ 2015 થી રકમ વસૂલ થાય ત્યાં સુધી 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા પડશે સાથે માનસિક ત્રાસ પેટે 2,500 રૂપિયા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
આ પણ વાંચોઃ VNSGUમાં "હિન્દુ ધર્મ" વિશેનો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ 2022-23 થી કરાશે શરુ
આ પણ વાંચોઃ War Against Drugs: ગુજરાતમાંથી 5 મહિનામાં અંદાજિત 24,800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું