ETV Bharat / state

દવાની આડઅસર છતાં તબીબે ડોઝ બંધ ન કરતા દર્દીનું મોત, ગ્રાહક કોર્ટે સ્પષ્ટ દિશામાં નિર્દેશ કર્યો જાહેર - દવાની આડઅસર

સામાન્ય રીતે એવા ઘણા કેસો સામે આવી ચૂક્યા છે જેમાં તબીબોની બેદરકારીને (Negligence Of doctor) કારણે દર્દીઓએ શારીરિક ખોડખાપણ (physical deformity) અથવા તો જીવ ગુમાવીને બદલો વાળવો પડ્યો છે. જોકે અમદાવાદ ગ્રાહક કોર્ટે (consumer court) આ મામલે ઉદાહરણ બેસતો ચુકાદો આપી તબીબોની બેદરકારીને સાંકી લેવામાં નહીં આવે તે દિશામાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.

negligence doctor: દવાની આડઅસર છતાં તબીબે દવાનો ડોઝ બંધ ન કરાવતા દર્દીનું મોત, ગ્રાહક કોર્ટે સ્પષ્ટ દિશામાં નિર્દેશ કર્યો જાહેર

author img

By

Published : Nov 27, 2021, 7:44 AM IST

  • તબીબને સારવાર દરમિયાન જે બેદરકારી દાખવી તેના માટે જવાબદાર ઠરાવવામાં આવેલ
  • જૂનાગઢના જ્યોતિ પટેલને ડૉક્ટરની બેદરકારીને કારણે જીવ ગુમાવવો પડ્યો
  • ગ્રાહક પંચે11 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદઃ જૂનાગઢના જ્યોતિ પટેલને ડૉકટરની બેદરકારીને(negligence doctor) કારણે જીવ ગુમાવવો પડ્યો છે. 2011માં જ્યોતિને મેન્સ્ટ્રુએશનની સમસ્યા(problem in menstruation) હોવાને કારણે તેઓ જૂનાગઢના મમતા મેટરનીટી હોસ્પિટલના(Mamta Maternity Hospital) તબીબ ડૉક્ટર ચૈતન્ય નેનુજી પાસે સારવાર માટે પહોંચ્યા હતા. તબીબે જ્યોતિને દવાનો ડોઝ શરૂ કરવા કહ્યું. આ ડોઝ શરૂ કરતાં તેમને આડ અસર ઊભી થવા લાગી. જ્યોતિ પટેલે ડોક્ટર પાસે જઈ દવા લેવાના કારણે હાથમાં ખાલી ચડવી, કંપન થવું વગેરે જેવા આડઅસરોની ફરિયાદ કરી. જો કે ફરિયાદ કરવા છતાં તબીબે જ્યોતિને દવા ચાલુ રાખવા કહ્યું. દવાની આડઅસર(side effects drug) એટલી હદે વધી કે તેમને બે મહિના બાદ હાથમાં અસહ્ય દુખાવો થતા સર્જરી કરાવવી પડી. છતાં તેમની સ્થિતિમાં સુધાર ન થતા શરીરના જુદા જુદા ભાગે ગાંઠ થવા લાગી. સ્થિતિ એ હદે બગડી કે તેમની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર છતાં જ્યોતિબેને જીવ ગુમાવવો પડ્યો હતો.

શું કહે છે એડવોકેટ વસંત ભટ્ટ?

ગ્રાહક કોર્ટમાં(consumer court) અરજદારનો પક્ષ મુકનારા એડવોકેટ વસંત ભટ્ટે ETV ભારતને જણાવ્યું હતું કે, સ્ટેટ કમિશન અમદાવાદ દ્વારા મેડિકલ નેગ્લિજેન્સીના(Medical negligence) કેસમાં સીમાચિહ્નરુપ ચુકાદો આપ્યો છે. જેમાં ઉનાના ડૉ. ચૈતન્ય નેનુજીને મૃતક જ્યોતિ પટેલની આઉટ ડોર પેશન્ટ તરીકે તેઓએ કરેલી સારવાર દરમિયાન જે બેદરકારી દાખવી તેના માટે જવાબદાર ઠરાવવામાં આવેલ છે. આ કેસ અપવાદરૂપ એટલા માટે છે કે દર્દીએ માત્ર બહારના દર્દી તરીકે સારવાર લીધેલી. જ્યોતિ બ્લડ ક્લોટિંગને(Blood clotting) કારણે કોમામાં ચાલી ગયા અને ત્રણ વર્ષની સારવાર બાદ મૃત્યુ પામ્યા. જે સબબ નામદાર ગ્રાહક પંચે11 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

બેદરકારીનું કારણ?

સુનાવણી દરમિયાન નોંધ લેવામાં આવી હતી કે દર્દી દ્વારા તેની આડઅસર થતી હોવાની ફરિયાદ કરી હોવા છતાં તબીબે તે પ્રત્યે બેદરકારી દાખવી હતી. તબીબે જે દવા લખી આપી હતી તે દવામાં ડિસોજેસ્ટ્રોલ(desogestrel pill) અને ઇથેનોલ ઇસ્રાએલ(ethinyl estradiol) જેવા તત્વો હોય છે. જેની આડઅસરો પણ થાય છે. પ્રથમ વખત દવા લીધા બાદ દર્દીને શરીરે ઝણઝણાટી, દુખાવો, કંપન થાય છે. તેનાથી શરીરમાં ગાંઠ પણ થઈ શકે છે. એવા સમયે દવાનો ડોઝ બંધ કરવો જોઈએ. પણ તેમ કરવામાં આવ્યું નહીં.

એક્સપર્ટ તરીકે અન્ય હોસ્પિટલના પાંચ તબીબોએ અભિપ્રાય આપ્યો

દવાની આડ અસર બાદ જ્યોતિને સ્ટર્લિંગ હોસ્પિટલમાં(Sterling Hospital) સારવાર અર્થે લાવતા તેમના અસંખ્ય રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલના પાંચ જુદા જુદા વિષયના નિષ્ણાત તબીબોએ વિવિધ ટેસ્ટ, પરીક્ષણો અને, તેના રિપોર્ટ પરથી એવો અભિપ્રાય આપ્યો હતો કે 29 વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં સામાન્ય સંજોગોમાં ક્લોટિંગ થઈ શકે નહીં. કારણ કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં ESR(erythrocyte sedimentation rate) વધુ હોય છે. એટલે કે પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓનું લોહી પાતળું હોય છે પરંતુ માસિક સ્રાવ સંબંધી દવાઓનો કોર્સ કર્યો હોવાથી શરીરમાં હોર્મોનનું પ્રમાણ અસંતુલિત થવાથી સમસ્યા થઇ છે. અને ભવિષ્યમાં શરીરના કોઈપણ ભાગમાં આવું થઈ શકે છે.

કોર્ટનો હુકમ

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, તબીબે દર્દીના પરિવારને રૂપિયા 11 લાખ 30 હજાર 354 અને 2011થી 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા પડશે. આ સાથે કોર્ટે અરજદારને જે પૈસા મળે તેમાંથી 1/3 ભાગના પૈસા મૃતકના દીકરાના નામે રાષ્ટ્રીયકૃત બેંકોમાં(Nationalized banks) ફિક્સ ડિપોઝીટ તરીકે જમા કરાવવા આદેશ કર્યો છે. બાળક જ્યાં સુધી પાંચ વર્ષનો ન થાય ત્યાં સુધી FD રાખવી પડશે. આ સાથે અરજી પેટના 15 હજાર પણ ચૂકવવા આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના

આ પણ વાંચોઃ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને વિક્કીની પિતરાઈ બહેનનો ચોકાવનારો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.