ગુજરાત કોંગ્રેસમાં હાલ 6બેઠકો પર નામ જાહેર કરી દીધા છે, હજુ તો થોડા સમય પહેલા જ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે, તેઓ આગામી લોકસભામાં NCP સાથે ગઠબંધન નહીં કરે, આ જાહેરાતની થોડી કલાકો બાદ જ કોંગ્રેસે રાજ્યની સાત બેઠકો પર નામની મોહર લગાવી દીધી છે.
કોંગ્રેસ જે સીટ પર નામ જાહેર કર્યા છે તેમાં જોઈએ તો પંચમહાલમાં વીકે ખાંટ, પાટણમાંથી જગદીશ ઠાકોર, રાજકોટમાંથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા, વલસાડમાં જીતુ ચૌધરી તથા જૂનાગઢમાંથી પૂંજા ભાઈ વંશના નામની જાહેરાત કરી દીધી છે.
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે અગાઉ 6 નામ જાહેર કર્યા બાદ હવે વધું 6નામ જાહેર કરી દીધા છે. આમ હવે કુલ મળીને લોકસભા માટે કોંગ્રેસે 12નામ ફાઈનલ કરી દીધા છે.