ETV Bharat / state

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું કરાયુ સ્વાગત, રિવરફ્રન્ટ પર સંમેલનમાં હાજર રહેશે - કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોગ્રેસના નેતાઓ દ્ધારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કરશે.Rahul Gandhi Gujarat Visit, Gujarat Election 2022, Gujarat Congress

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું કરાયુ સ્વાગત, રિવરફ્રન્ટ પર સંમેલનમાં હાજર રહેશે

author img

By

Published : Sep 5, 2022, 12:23 PM IST

Updated : Sep 5, 2022, 12:36 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) નજીક આવી રહી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધ્યા છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે( Rahul Gandhi Gujarat Visit)આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનમાં(Change Resolution Conference on Riverfront)હાજર રહેશે. કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. રાહુલ ગાંધી તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમની મુલાકાત લેશે.

રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા

પરિવર્તન સંકલ્પ સંમેલન ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે સવારે જ રાહુલ ગાંધી (Rahul Gandhi)એરપોર્ટથી સીધા કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તા અમિત ચાવડા, ભરત સોલંકી, રઘુ શર્મા , શક્તિ સિંહ, અશોક ગેહલોત સહિત એરપોર્ટ પર આવકારવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને લઈ કોંગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન મોડમાં છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણીલક્ષી ગુજરાતની મુલાકાત રહેવાની છે.

બુથ સ્તરના નેતાઓ હાજર નોંધનીય છેકે છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બુથ સ્તરના નેતાઓને રાહુલ ગાંધી સંબોધન કરશે. જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર બુથ સ્તરના નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસ આ વખતે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ મેદાને આવશે. તથા અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ, રિવરફ્રન્ટ સહિતના રૂટ પર કોંગ્રેસના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. તથા રાહુલ ગાંધીના વેલકમ માટેના કોંગ્રેસની તમામ તૈયારીઓ જોવા મળી છે.

Last Updated : Sep 5, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.