ETV Bharat / state

Gujarat Congress: લોકસભાની ચૂંટણીને લઈને સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી મહત્વની જવાબદારી - Lok Sabha

ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી મુકુલ વાસનિક બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રથમ દિવસે ગુજરાત કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો સાથે તેમણે બેઠક યોજી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી લઈને સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી મહત્વની જવાબદારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 11:32 AM IST

અમદાવાદ: લોકસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવા જઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. છેલ્લા બે વખતથી તમામ સીટ ઉપર પરાજય જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા એડીચોટી જોર લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર સિનીયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓની ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી શ્રી @MukulWasnik જી, પ્રમુખ શ્રી @shaktisinhgohil જી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી @AmitChavdaINC જી ની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ. pic.twitter.com/0Z1GGwlsTA

    — Gujarat Congress (@INCGujarat) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"શહેર અને જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી ખૂબ જ વિશેષ મહત્વ હોય છે કોંગ્રેસ હંમેશા પ્રજાના પ્રશ્નોની વાચા આપે છે. સામાજિક સમીકરણો સ્થાનિક પ્રશ્નો પક્ષના કાર્યક્રમમાં પ્રજાકીય આંદોલન કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. તેને જ ધ્યાનમાં લઈને લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ સંગઠન દ્વારા સિનિયર નેતાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે"-- મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા )

સિનીયર નેતાઓને જવાબદારી: કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ પ્રદેશ ખાતે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં લોકસભાની ચૂંટણી લઈને સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને છોટાઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જગદીશ ઠાકોરને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને સાબરકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સિદ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણા લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. અર્જુન મોઢવાડિયા અને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે.

ગાંધીનગર મહત્વની બેઠક: સૌથી મહત્વની બેઠક ગણાતી કે જેમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેવી ગાંધીનગરની બેઠકની જવાબદારી પરેશ ધાનાણીને આપવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, પોરબંદર અને જામનગરની પણ જવાબદારી પરેશ ધાનાણીને જ આપવામાં આવી છે. ભરત સોલંકીને પંચમહાલ વડોદરા, નવસારી અને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અમિત ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સુખરામ રાઠવાને દાહોદ, બારડોલી અને વલસાડની જવાબદારી સોંપવામાં આવી છે.

  1. Narmada Flood: કોંગ્રેસે નર્મદા પૂરને માનવસર્જિત ભૂલ ગણાવી, વળતર ચુકવવા કરી માંગ
  2. Congress Allegation : કોંગ્રેસે ભાજપ સરકારને અદાણી મુદ્દે ઘેરી, ઈડી, સીબીઆઇ તપાસની કોંગ્રેસની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.