ETV Bharat / state

અમિત ચાવડાનો પાટીલ પર પ્રહાર, કહ્યું- ભાજપ પ્રમુખ જે કાંઈ બોલો તે પહેલા દિલ્હી સ્કિપટ મંજુર કરાવી લેવી - cr patil

ભાજપ પ્રમુખ પાટીલે તો કોંગ્રેસ મુક્ત ભાજપ અને કોંગ્રેસ નેતાઓનાં ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સી.આર પાટીલને સલાહ આપતા કહ્યું હતું કે, ભાઉ બોલે તે પહેલા દિલ્હીથી મંજૂરી લઈ લે, તે ખાલી વાતો કરે છે તેમનું કંઇ ચાલતું નથી.

cx
કોંગ્રેસ નેતા
author img

By

Published : Oct 19, 2020, 7:35 AM IST

Updated : Oct 19, 2020, 8:12 AM IST

  • અમિત ચાવડાએ સી.આર પાટીલ પર કર્યો કટાક્ષ
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો માર્યો
  • ભાઉ બોલે તે પહેલા સ્ક્રિપ્ટ મંજૂર કરાવી લેવીઃ અમિત ચાવડા

અમદાવાદ: પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યા બાદ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી સી.આર પાટીલે કહ્યું હતું કે, ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યપ્રધાન રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. ગુજરાતના ભાજપના પ્રમુખ પદે આવ્યા બાદ સી.આર. પાટીલે કરેલા બેફામ જાહેર નિવેદનોના કારણે સરકાર અને સી.આર.પાટીલ વચ્ચે આંતરિક વિવાદ ઉભો થયો હતો. જોકે આ અંગેની ફરિયાદ ગૃહપ્રધાન અમિત શાહ સુધી પણ પહોંચી ગઇ હતી. અમિત શાહે સરકાર અને સી.આર. પાટીલને સમજાવીને પેટાચૂંટણીમાં લાગી જવા આદેશ કર્યા હતા. પાટીલે પક્ષ અને સરકાર વચ્ચે કોઇ મતભેદ ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

અમિત ચાવડાનો સી આર પાટીલ પર પ્રહાર

ધારાસભ્યોને ખરીદવાનું કામ અમારું નહીં : સી.આર પાટીલ

સી.આર પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્યોને ખરીદવાનું કામ અમારું નહીં. ત્યારબાદ કોંગ્રેસે કેટલાક કટાક્ષ કર્યા હતા. સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ ન હોવાની વાત સી.આર પાટીલે કરી હતી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેવામાં હવે કોંગ્રેસે ભાજપ પર વળતા પ્રહાર કર્યા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો મારતા જણાવ્યું કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અક્ષય પટેલે થોડા સમય પહેલાં કબૂલાત કરી હતી કે, 2019ની ચૂંટણી પહેલા તેમને 52 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા માટે ઓફર થઈ હતી. આ મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો માર્યો છે.

સી.આર પાટીલની કથની અને કરણીમાં ફરક છેઃ અમિત ચાવડા

અમિત ચાવડાએ સી.આર પાટીલને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, કશું પણ બોલતા પહેલા દિલ્હીમાં પહેલા પૂછી લેજો. કોંગ્રેસના લોકોને ટિકિટ નહીં આપવાની વાતો કરનારાઓનું કઇં ન ચાલ્યું. સી.આર પાટીલની કથની અને કરણીમાં ફરક છે. આથી સી.આર ભાઉને ફરી એક વખત વિનંતી છે કે, જે પણ બોલો તે દિલ્હી પૂછજો. જે પણ નિવેદન આપો તે પહેલા સ્કિપટ દિલ્હી મંજૂર કરાવજો. કારણ કે, તમે જે પણ નિવેદન આપો છે તેનું કોઇ વજુદ રહેતું નથી. ભાજપ આજે કોંગ્રેસ વગર ચાલી નહી શકે. પક્ષ છોડનાર નેતાઓએ ગદ્દારી અને વિશ્વસઘાત પ્રજા અને પાર્ટી સાથે કર્યો છે. જનતા પેટા ચૂંટણીમાં જવાબ આપશે. ત્યારે ભ્રષ્ટાચારથી લાવેલા રૂપિયાથી ધારાસભ્યો ખરીદવામાં આવે છે. 8 બેઠકો પર ગદ્દારોને પ્રજા પાઠ ભણાવશે. ભાજપે 52 કરોડની ઓફર કરી હોવાનું અક્ષય પટેલ પોતે સ્વીકારી રહ્યા છે.

ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે, સી આર ભાઉ જેટલી કોંગ્રેસ ધારાસભ્ય તોડવાની ચિંતા કરે છે તેટલી ચિંતા ભાઉ ભાજપ નેતાઓ માટે કરવી જોઇએ. વરસો સુધી ભાજપના કાર્યકર્તા માત્ર પાથરણા પાથરવા માટે રહી ગયા છે. કોંગ્રેસ મુક્ત કરવાના ભાષણ થયા પણ હવે લાગે છે કે, ભાજપ કોંગ્રેસ યુક્ત થઇ ગઇ છે. કોંગ્રેસને ખતમ કરવામાં ભાજપ પોતે ખતમ ન થઈ જાય.

Last Updated : Oct 19, 2020, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.