અમદાવાદ: દેશના અનેક શહેરોમાં મેટ્રો ટ્રેનની કેવીટી જોવા મળી રહી છે. જેને કારણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ખૂબ ઝડપી તેમજ ટ્રાફિક મુક્ત વાતાવરણ પણ મળી રહ્યું છે. જેના અંતર્ગત અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી મેટ્રો ટ્રેન હવે ગાંધીનગર સુધી લંબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના થકી કામગીરી પણ પર ઝડપે ચાલી રહી છે.
પુર ઝડપે કામગીરી: ગુજરાતની આર્થિક પાટનગર અમદાવાદ તેમજ ગુજરાતના પાટનગર ગાંધીનગર વચ્ચે હવે મેટ્રો ચાલુ થવા જઈ રહી છે. જેને લઈ પુર ઝડપે કામગીરી કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 જે APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી ચલાવવામાં આવી રહ્યો છે. તે રૂટ ગાંધીનગર સુધી લંબાવવામાં કામગીરી ચાલી રહી છે. જેના સંદર્ભે મોટેરા થી મહાત્મા મંદિર અને જી. એન. એલ. યું થી ગિફ્ટ સિટી 2024 સુધીમાં કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.જેના સંદર્ભે GMRC દ્વારા ગત રોજ ગાંધીનગર ચ સર્કલ ખાતે કમ્પોઝિટ ગર્ડર ઇરેક્શન માઇલસ્ટોન હાંસલ કર્યો છે.
કમ્પોઝિટ ગર્ડર ઇરેક્શનની લાક્ષણિકતા: ગાંધીનગર ચ સર્કલ ખાતે કમ્પોઝિટ 47 મીટર લાંબુ અને 300MTનું ગર્ડર મૂકવામાં આવ્યું છે. જેમાં ક્રેન 500 MT વજન સુરક્ષિત રીતે ઉપાડી શકે તેવી બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કમ્પોઝિટ ગદર ઇલેક્શન પૂર્ણ કરવા માટેનો સમય અંદાજિત 36 કલાકમાં હતો. પરંતુ જો કે ઓપરેશન નિર્ધારિત સમય કરતા 12 કલાક પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફીસ બે માં સૌથી લાંબો કમ્પોઝિટ સ્પાન છે. જે તેથી ટ્રેનનો ઉપયોગ કરી અનેક સેફ્ટીંગ કરી મહત્વનું જંક્શન સર્કલ પર ટ્રાફિક અસર કર્યા વિના પ્રતિબંધિત જગ્યામાં કમ્પોઝિટ ગટરનું લિફ્ટિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદથી ગાંધીનગર નોકરીયાત: વર્ગને આ મેટ્રોની શરૂઆત થતા ખૂબ જ મોટો ફાયદો થશે. જેના કારણે અમદાવાદથી ગાંધીનગર જવા માટે સમયમાં ઘટાડો થશે. સાથે સાથે રોડ ઉપર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે મેટ્રો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મેટ્રોની કામગીરી હાલ રાત દિવસ સાથે રાખીને પુર ઝડપે કામગીરી કરવામાં આવી રહી છે. આ મેટ્રોની કામગીરી 2024માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ મૂકવામાં આવ્યો છે.