અમદાવાદ : રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામતો જાય છે. ત્યારે કેટલાક દિવસથી (Gujarat weather reports) ધીરુ ધીરુ ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. ઠંડી વચ્ચે વરસાદનું ઝાપટું પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હજુ આગામી પાંચ દિવસ ઠંડીના પ્રભુત્વમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 16 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાનનો પારો રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા 4-5 દિવસમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. (Minimum temperature in Gujarat)
ઠંડીના જોરમાં વધારો શુક્રવારે નલિયામાં સૌથી વધુ 8.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું હતું. જેને લઇને આગામી દિવસોમાં ઝાપટું પડવાની શક્યતા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે (Rain forecast) અમદાવાદમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ બાદ ઠંડીના જોરમાં વધારો થઇ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તેમજ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ બન્ને સિસ્ટમ આગળ વધતા ભેગી થાય ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં પલટો આવતાં 12 અને 13 ડિસેમ્બરે શહેરમાં ઝાપટું પડવાની શક્યતા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. (Unseasonal rains in Gujarat)
વિવિધ શહેરમાં તાપમાનનું પ્રમાણ રાજ્યમાં ગત રાત્રિની વાત કરીએ તો નલિયામાં 8.8 ડિગ્રી (cold temperature Gujara) સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 10.3 ડિગ્રીએ લઘુત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. રાજ્યમાં અન્યત્ર વડોદરામાં 11.4, ડીસામાં 12.8, ભૂજમાં 13.3, જુનાગઢ, અમરેલીમાં ભાવનગરમાં 15, રાજકોટમાં 15.3, સુરતમાં 19.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હોય તેવું છેલ્લા 10માંથી 7 વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બન્યું છે. (amount cold in Gujarat)