અમદાવાદ: કચ્છમાં વિદ્યાર્થીનિઓ સાથે ગેરવર્તણૂકનો મામલાને જરૂર ગંભીરતાથી લેવામાં આવશે. આ ઘટના મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન બહાર આવ્યું છે. જેમાં CM રૂપાણીએ જણાવ્યું કે, સરકાર આ મામલે ગંભીર છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ તકે જવાબદારો સામે કડક પગલાં લેવાશે. આ સમગ્ર બનાવને લઇ પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ છે. આ બનાવમાં રાજ્યનું શિક્ષણ અને ગૃહ ખાતાને પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવવામાં આવ્યું છે.
નેશનલ કમિશન ફોર વુમન (NCW)એ ગુજરાત DGP શિવાનંદ ઝા પાસેથી તાત્કાલિક પગલા અંગનો રિપોર્ટ માગ્યો છે. શુક્રવારે NCWએ કહ્યું હતું કે, તેેઓએ સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણ પાંડોર અને પ્રિન્સિપાલ રીટા રાણીગા પાસેથી ખુલાસો માંગ્યો છે. કમિશને ઘટના તેમજ ટ્રોમામાંથી પસાર થયેલી છોકરીઓની તપાસ માટે એક સમિતિ બનાવી છે. NCWના પ્રતિનિધિઓ ટૂંક સમયમાં ઈન્ટિસ્ટ્યૂટની મુલાકાત લેશે અને છોકરીઓ સાથે વાતચીત કરશે.
‘NCWએ કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર દર્શના ધોળકિયા અને ગુજરાત ડીજીપી શિવાનંદ ઝાને આ મામલાની સઘન તપાસ કરવા અને વહેલામાં વહેલી તકે તેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે’. ત્યારે CM વિજય રૂપાણીએ પણ તપાસના કડક આદેશ આપ્યા હોવાની વાત કરી છે. જો કે, દોષીતોને સજા થાય છે કે નહીં તે મહત્વનો સવાલ છે.