અમદાવાદ ઉતરાયણનો પર્વ આવતાની સાથે ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણનો (chinese string seller arrested by ahmedabad police) ધંધો વધી જાઇ છે. આ ધંધો ધમધમતાની સાથે વેપારીઓને તો ફાયદો થઇ જાય છે. પરંતુ લોકોના અને પક્ષીઓના મોતનું પણ કારણ બની જતા હોય છે. આથી ઉતરાયણનો પર્વ પહેલા અમદાવાદ પોલીસએ ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણનો ધંધો કરતા (ahmedabad police in action) સામે લાલ આંખ કરી છે. જેમાં 3 સ્થળેથી ચાર શખ્સોને ઝડપ્યા છે.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઉતરાયણનો પર્વ આવતા જ જીવતા બોમ્બ જેવી પ્રતિબંધિત (chinese string seller arrested by ahmedabad police) ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણ ધમધમતો થઈ જાય છે. તેવામાં આ વખતે શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતા નાના-મોટા તમામ વેપારીઓ અથવા તો આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું આદેશ કરતા શહેર પોલીસે ચાઈનીઝ દોરીના ટેલરનું વેચાણ કરતા અનેક શખ્સોની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને પગલા લીધા છે.
દોરીના ટેલરનો મોટો જથ્થો અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસે (strict action on Prohibition of Chinese lace) એક જ દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પરથી ચાઈનીઝ દોરીના વેચાણ કરતાં ચાર શખ્સોને ઝડપીને ચાઈનીઝ દોરીના ટેલરનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. અમદાવાદની નિકોલ પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, જેમાં પોલીસને બાતમી મળી હતી કે નિકોલ દેવસ્ય સ્કૂલ ચાર રસ્તા પાસે મહેશ ગોહિલ તેમજ અક્ષયકુમાર પરમાર નામના બે વ્યક્તિઓ પોતાના કબ્જાની ઈકો ગાડીમાં પ્લાસ્ટિકના થેલામાં ચાઈનીઝ દોરીના જથ્થાને લઈને પસાર થઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ગાડીને રોકીને ચેક કરતા તેમાં રુપિયા 36,000 ની કિંમતના 180 જેટલા ચાઈનીઝ દોરીના ટેલર મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે ઇકોગાડી સહિત રુપિયા 1,86,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બંને શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો ચાઈનીઝ દોરાથી લોકોના જીવ ગુમાવ્યા બાદ પાદરા પોલીસ તંત્ર એક્શનમાં
26 જેટલા ટ્રેલર નિકોલ પોલીસે (Nikol Police Ahmedabad) અન્ય એક વેપારીની દુકાનમાંથી (strict action on Prohibition of Chinese lace) ચાઈનીઝ દોરીના 26 જેટલા ટ્રેલર ઝડપી પાડી કાર્યવાહી ધરી છે. જેમાં બાતમીના આધારે કઠવાડા ગામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન આગળ જાહેરમાં પતંગ દોરાની લારી પરથી અરુણ પટણી નામના યુવક પાસેથી ચાઈનીઝ દોરીના 26 ટેલર મળી આવ્યા હતા. જેથી યુવક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને નિકોલ પોલીસે કાર્યવાહી કરી હતી.
ભંગનો ગુનો દાખલ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરાટનગર રોડ ઉપર ચંદ્રકલા સોસાયટીના ખાંચામાં જય અંબે સીઝનેબલ સ્ટોરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 12 જેટલા ટેલર પોલીસને મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે મહેન્દ્ર ગુરુદાસ મહાજન નામના 32 વર્ષીય વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ચાઈનીઝ દોરી કબ્જે કરવામાં આવી છે.
આ પણ વાંચો ચાઈનીઝ દોરી પર પ્રતિબંધના અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
ચાઈનીઝ દોરીના 19 રીલ કબ્જે તેવી જ રીતે અમદાવાદ શહેરના (ahmedabad police in action) અન્ય વિસ્તારની વાત કરીએ તો ચાંદખેડામાં વિસત ચાર રસ્તા પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીના 20 ટેલર સાથે વિશ્વદીપ જાડેજા નામના નાનાચિલોડાના યુવકની ધરપકડ કરી છે. ઇસનપુર વિસ્તારમાં નરસિંહજી મંદિર ત્રણ રસ્તા પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીના 15 રીલ સાથે આફ્રિદીન દોબી અને જીશાન ઉર્ફે કોઠી મેમણ નામના યુવકને ઝડપીને તપાસ શરૂ કરી છે. આવી જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમે બાવળામાંથી કાળુભાઈ પગી નામના યુવકને ઝડપીને તેની પાસેથી ચાઈનીઝ દોરીના 19 રીલ કબ્જે કર્યા છે.
ચાઈનીઝ દોરીના વેચાણ આ અંગે નિકોલ (Nikol Police Ahmedabad) પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી જાટે E tv Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શહેર પોલીસ કમિશનર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, તે અંગે નિકોલ પોલીસે ગંભીરતા દાખવીને એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી ચાઈનીઝ દોરી સાથે શકતોની ધરપકડ કરી છે. આવનારા દિવસોમાં પણ ચાઈનીઝ દોરીની લે વેચ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી શકાય તે માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.