અમદાવાદઃ બાળકની કસ્ટડીના કેસમાં પતિ પત્ની વચ્ચે કોઈ સેટલમેન્ટ(Child custody case) ન થઈ શકતા આ કેસ પાંચ વર્ષના પુત્રની કસ્ટડીના મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં બાળકના માતા-પિતાને હાઇકોર્ટના(Gujarat High Court) જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી અને જસ્ટિસ મૌનાબહેન ભટ્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે શક્ય છે કે કાલ ઊઠીને તમે બંને ડિવોર્સ લઇ લો અને પતિ-પત્ની ન રહો. પરંતુ તમે બને આજીવન આ બાળકના માં - બાપ રહેવામાં જ છો.
બાળકની કસ્ટડીના કેસ -બાળકની કસ્ટડીના કેસમાં (Child Custody Case Gujarat )પતિ-પત્ની વચ્ચે કોઇ સેટલમેન્ટ ન થઇ શકતા આ કેસની સુનાવણી ચાલી હતી. આ કેસમાં પતિ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મારા ફેમિલીમાં 50 લોકો છે મારું બાળક મારા કુળનો દીપક છે. એની કસ્ટડી( child custody case laws )હંમેશા માટે તેને પત્નીને કઈ રીતે આપી દઉં. પત્નીને બીજા લગ્ન (child custody case laws india )કરવા હોય તો કરે. હું ક્યાં ના પાડું છું. પણ બાળક તો મને આપી દે. આ કેસમાં પતિએ કોર્ટ સમક્ષ બાળક પોતાને આપી દેતા કોર્ટે કહ્યું કહ્યું હતું કે તમારી પત્ની કાલે ઊઠીને તમારી પત્ની ન રહે, પરંતુ તમારા બાળકની માતા તરીકે એ ક્યારેય મટી શકે નહીં. એટલે બાળક માત્ર તમારું છે એવું ન કહો.
બાળક આજીવન તમારા બન્નેનું સંતાન રહેશે - કોર્ટે પતિને રોકતાં કહ્યું હતું કે,'તમને આવું ન કહેવું જોઇએ કે માત્ર તમારું બાળક છે. તમારું પણ છે અને એમનું પણ છે. એ આજીવન તમારા બન્નેનું સંતાન રહેશે. બન્નેનો પ્રેમ અને હૂંફ એને મળવા જોઇએ. તમને અમે માત્ર એટલું કહી શકીએ કે તમારા પત્ની કાલે ઊઠીને તમારા પત્ની ન રહે એ શક્ય છે, પરંતુ એ તમારા બાળકની માતા તરીકે ક્યારેય મટી શકે નહીં. તમે બન્ને કાલે ઊઠીને પતિ-પત્ની ન રહો એ સંભવ છે, પરંતુ આ બાળકના માં-બાપ તો હંમેશા રહેશો.
આ પણ વાંચોઃ Child Custody Case Gujarat: માતાપિતા બાળ માનસને ભ્રમિત કરવાના પ્રયાસ કરે નહીં - હાઈકોર્ટ
ડિવોર્સ પછી કાયદો પણ બીજા લગ્નની મંજૂરી આપે - પતિએ દલીલ કરી હતી કે હું મારા બાળક સાથે કઈ રીતે અન્યાય થવા દઈ શકું. તેને બીજા લગ્ન કરવા હોય તો કરે પણ બાળક મને આપી દે. આ મામલે કોર્ટે એવી ટકોર કરી હતી કે એક કામ કરો તમે પણ કોર્ટમાં એવી બાહેંધરી આપો કે તમે ક્યારેય લગ્ન કરવાના નથી. પછી અમે વિચારીશું કે બાળક કોને સોંપવું. જો તમે બન્ને એક વાર ડિવોર્સ લઇ લેશો તો ત્યાર પછી તમારો એકબીજા પર કોઇ કંટ્રોલ રહેશે નહીં. કાયદેસર ડિવોર્સ પછી કાયદો પણ બીજા લગ્નની મંજૂરી આપે છે.
બાળકના હિતમાં પતિ-પત્નીએ હંમેશા તેના વાલી તરીકે રહેવું - આ તરફ પતિએ એવી ફરિયાદ પણ કરી હતી કે બાળક જ્યારે તેને મળે છે ત્યારે હંમેશાં માતાની ફરિયાદ કરતો હોય છે. ત્યારે પણ કોર્ટે એવી માર્મિક ટકોર કરી હતી કે બાળક તો નિર્દોષ હોય છે. માતા પાસે હશે તો પિતાની અને પિતાની પાસે હશે તો માતાની ફરિયાદ કરશે. તેઓ સૌથી બેસ્ટ મનોચિકિત્સક હોય છે. આ કેસમાં પતિ તરફથી બાળકની કસ્ટડી માટે રૂપિયા 20 લાખ વધુ પત્નીને આપવાની તૈયારી દર્શાવાઇ હતી. પરંતુ પત્ની બાળક આપવા તૈયાર ન થતાં કોઇ સેટલમેન્ટ થઇ શક્યું નહોતું. તેથી આ કેસમાં હવે આગળ કોર્ટ કાર્યવાહી શરૂ કરી છે. હાઈકોર્ટની અવલોકન હતું કે આવા કેસમાં જ્યારે પતિ-પત્ની વચ્ચે ખટરાગ કે તણાવ ઊભો થઇ જાય છે ત્યારે હંમેશાં બાળકના ભાગે જ ભોગવવાનું આવે છે. તેથી બાળકના હિતમાં પતિ-પત્નીએ હંમેશા તેના વાલી તરીકે રહેવું જોઇએ.
આ પણ વાંચોઃ Alimony Application in High Court : વડોદરાની મહિલાએ ભરણપોષણમાં માગી લીધો પતિનો ધંધો, કોર્ટે કહ્યું ગુરુ દક્ષિણામાં આખો અંગૂઠો માગી શકાય નહીં