ETV Bharat / state

ESIC Hospital: પંચમહાલમાં બનશે ESICની નવી હોસ્પિટલ, દર્દીઓએ હવે વડોદરા સુધી નહીં ખાવો પડે ધક્કો

પંચમહાલ જિલ્લામાં પણ હવે ESICની હોસ્પિટલ બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં આ અંગે મંજૂરી આપી હતી. આ હોસ્પિટલ બનવાથી દર્દીઓએ હવે વડોદરા સુધી ધક્કો નહીં ખાવો પડે.

ESIC Hospital: પંચમહાલમાં બનશે ESICની નવી હોસ્પિટલ, દર્દીઓએ હવે વડોદરા સુધી નહીં ખાવો પડે ધક્કો
ESIC Hospital: પંચમહાલમાં બનશે ESICની નવી હોસ્પિટલ, દર્દીઓએ હવે વડોદરા સુધી નહીં ખાવો પડે ધક્કો
author img

By

Published : Mar 1, 2023, 7:22 PM IST

અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ બેઠક અંગે સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં 100 પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક ESIC હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. આ હોસ્પિટલ મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.

આ પણ વાંચોઃ Surat News: નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

આદિવાસીઓ માટે આશીર્વાદરૂપઃ પ્રવક્તા પ્રધાને ઉંમેર્યું હતું કે, આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. 100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી હાલોલ, કાલોલ અને સમગ્ર પંચમહાલ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સાથે સાથે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓને પણ તબીબી સેવાઓનો લાભ મળશે. તેમને હવે તબીબી સેવાઓ માટે વડોદરા ખાતે જવું નહીં પડે અને કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમય અને પ્રવાસના ખર્ચમાં રાહત મળશે.

પ્રવક્તા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના પંચમહાલ જિલ્લામાં એન્જિનિયરિંગ વર્ક્સ, મેટલ અને કાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ, ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ, સેનિટરી વેર, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, આયાતનિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઑફિસો આવેલી છે, જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે. પંચમહાલમાં સોશિયલ સિક્યુરિટી કોડ, 2020ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ અને તેમની આરોગ્ય સુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે.

આ પણ વાંચોઃ Surat Civil Hospital: સુરતમાં વાતાવરણમાં બદલાવના કારણે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો, હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો

સમય અને નાણાની બચત થશેઃ તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આ વિસ્તારના ESICમાં આવરી લેવાયેલા કર્મચારીઓ તેમ જ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રિ, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે. જોકે, હાલોલ ખાતે હોસ્પિટલથી ESIમાં આવરી લેવાયેલા કર્મચારીઓ તેમ જ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવાજવા પ્રવાસના ખર્ચવામાં આવતા નાણા અને સમયના વ્યયમાંથી રાહત મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.