હાઈકોર્ટની મેનેજમેન્ટ સિસ્ટમ કમિટીના અધ્યક્ષ અનંત દવેના માર્ગદર્શન હેઠળ હાઈકોર્ટમાં વોરરૂમનું ઉદ્ઘાટન કરાયું હતુ. વોરરૂમમાં વિશાળ સ્ક્રીન સાથેના વિવિધ કમ્પ્યુટર, LED પ્રોજેક્ટ, વીડિયો કોન્ફરન્સિંગ અને CCTV આદ્યુનિક નેટવર્કના જોડાણ ઉપલબ્ધ કરાવાયાં છે. આ વોરરૂમનું સંચાલન હાઈકૉર્ટની રજીસ્ટ્રી કરવા માટે કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના નોટીફિકેશન અનુસાર વોરરૂમમાં સર્વોચ્ચ અદાલત દ્વારા નેશનલ કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમીટીના પોલિસી એન્ડ એક્શન પ્લાનમાં સૂચવેલા મુદ્દાઓ પૈકી નેશનલ ફ્રેમવર્ક ફોર એક્સિલન્સ પણ માહિતીનું સંકલન કરવામાં આવશે. આ વોરરૂમમાં સમગ્ર રાજ્યના ન્યાયતંત્ર માટે ડેટા વેરહાઉસ, ડેટા માઈનિંગ ઉપરાંત આંકડાકીય માહિતીનું સંકલન કરવામાં આવશે.
73માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત હાઈકોર્ટ ખાતે સવારે દસ વાગ્યે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેના હસ્તે ઘ્વજવંદન કરાયું હતુ. આ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય સેના અને પોલીસ બળના શોર્ય ગાથાનું શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ શૈલેષ બ્રહ્મભટ્ટ સહિતના ન્યાયધીશો ઉપસ્થિત રહ્યાં હતા.