અરજદાર - આરોપી અમરનાથ વસાવા સહિત 4 લોકોની 19મી ડિસેમ્બરના રોજ રાયોટિંગ, ગેરકાયેદસર મંડળી, ફોજદારી ષડયંત્ર અને બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવવાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. અરજદાર અને આરોપીઓ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં દલીલ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા તેમની અટકાયત સવારે 8.45 કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. જ્યારે છાપી CAAનો વિરોધ પ્રદર્શન સવારે 10 વાગ્યે કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીઓ પોલીસના કબ્જામાં હોવાથી રાયોટિંગ કઈ રીતે કરી શકે. જેવા અનેક સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, 18મી ડિસેમ્બરના રોજ અશ્ફાકુલ્લા ખાન અને રામ પ્રસાદ બિસ્મિલની જન્મ જંયતીની નિમિત્તે અરજદાર - આરોપીઓને પોલીસ દ્વારા CAAના વિરોધ માટે પરવાનગી આાપવામાં આવી હતી. જો કે, કાર્યક્રમના પહેલાં પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.