અમદાવાદઃ મહામારીની સમીક્ષા કરવા આવેલી ટીમને સિવિલ હોસ્પિટલની મુલાકાત કરાવવામાં ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ સુધી પહોંચેલી કેન્દ્રની ટીમને સિવિલ હોસ્પિટલમાં કેમ ન લઈ જવાયાં તે એક મોટો સવાલ છે. કેન્દ્રની આરોગ્ય ટીમ સિવિલ હોસ્પિટલની સામેથી જ પરત ફરી હતી. તેમ છતાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ન હતી. કોરોનાના કેસ સામે આવ્યાં બાદથી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહી છે.
HCG હોસ્પિટલમાં કેન્દ્રીય ટીમનો સવાલ: કેમ દર્દીઓ પાસે સારવારના લાખો રૂપિયા લેવામાં આવે છે? જો કે, કોરોનાની સમીક્ષા કરવાને લઇને ગુજરાત પહોંચેલી ટીમ દ્વારા અમદાવાદના ગોતા, ઘાટલોડિયા વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓને સવાલો પૂછ્યાં હતાં.કન્ટેઇનમેન્ટ ઝોન અંગે અલગઅલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ ભડક્યા હતાં અને કહ્યું હતું કે એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો. તેમણે ધનવન્તરી રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું.લવ અગ્રવાલે સવાલે કર્યો હતો કે, શું રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉભો છે? રથમાં કોરોનાના ટેસ્ટ થાય છે?
HCG હોસ્પિટલમાં કેન્દ્રીય ટીમનો સવાલ: કેમ દર્દીઓ પાસે સારવારના લાખો રૂપિયા લેવામાં આવે છે?