અમદાવાદ : 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ગુજરાતના અને દેશના વેપારીઓ સરકાર પાસેથી ખૂબ મોટી આશા રાખી રહ્યા છે. ત્યારે ગુજરાતના વેપારીઓની આશા છે કે જે સ્ટાર્ટ અપ ઇન્ડિયા દ્વારા નાના ઉદ્યોગોને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. જેમાં દસ વર્ષ રાહત આપવામાં આવે છે તે બધાને 15 વર્ષ કરવામાં આવે જેથી વિદેશી સ્ટાર્ટ અપ દેશમા આવશે તો નવી ટેકનોલોજી દેશને મળશે.
ટેક્સમાં વેપારીઓને રાહત મળે તેવી આશા : અમદાવાદ 2024 ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર અંતિમ બજેટ હોઈ શકે છે. જેને લઈને દેશભરના વેપારીઓ સરકાર પાસે ખૂબ મોટી આશા રાખી રહ્યા છે. જેમાં એક જીએસટી કલેક્શન હોય કે પછી ટેક્સમાં વેપારીઓને રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે ગુજરાતના વેપારીઓ શું આશા રાખી રહ્યા છે આવો જાણીએ.
આ પણ વાંચો Union Budget 2023 : સરકારના એક નિર્ણયથી રોલિંગ મિલોને થઈ શકે છે મોટો ફાયદો, ઊઠી RCM લાગુ કરવાની માગ
ચૂંટણી પહેલાંનું અંતિમ બજેટ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પથિક પથવારી etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા 2023નું બજેટ રજૂ કરવામાં આવશે 2024ની ઇલેક્શન પહેલાનું આ અંતિમ બજેટ હશે. જેના કારણે ઉદ્યોગ જગતના વેપારીને આ બજેટ ઉપર ખૂબ મોટી આશા છે.
વિદેશમાં જોઈએ તે પ્રમાણમાં નિકાસ થતી નથી : આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ કોરોના જેવી ભયંકર મહામારીમાંથી જ બહાર નીકળ્યા છીએ. પરંતુ ઉદ્યોગો હજુ સુધી એટલા બહાર આવી શક્યા નથી. જેના કારણે ઉદ્યોગમાંથી જે વસ્તુ ઉત્પાદન થાય છે તે વિદેશમાં જોઈએ તે પ્રમાણમાં નિકાસ થતી નથી. પરંતુ દેશની અંદર માંગ હોવાથી ઉદ્યોગને ક્યાંક અંશે રાહતની વાત કહી શકાય.
વિદેશની ટેકનોલોજી લાવવાનો પ્રયાસ : વધુમા જણાવ્યું હતું કે મુખ્ય માગણી છે કે ડાયરેક્ટ ટેક્સમાં થોડીક રાહત મળે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જીએસટી કલેક્શન પરથી આવક વધારે જોવા મળી રહી છે. 2017માં વડાપ્રધાન દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા લોન્ચ કર્યું હતું. ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે આટલા ટૂંકા સમયમાં આટલી મોટી સફળતા મળશે. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાના કારણે નવા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળ્યું છે. પરંતુ આગામી આશા છેકે સરકારે પણ 10 વર્ષની ટેક્સમા રાહત આપે છે તેની જગ્યાએ અમારી છે કે 10ની જગ્યાએ સ્ટાર્ટ અમને 15 વર્ષ કરી આપવામાં આવે જેથી વિદેશમાંથી આવતાં સ્ટાર્ટ અપને આપણા દેશમાં આવીને રજીસ્ટર થવાનો મોકો મળશે. કારણે વિદેશની ટેકનોલોજી પણ આપણે આપણા દેશમાં લાવી શકીશું.
આ પણ વાંચો Budget 2023 : કચ્છીમાડુઓને બજેટમાં આશા અપેક્ષાઓ અનેક...
એકસમાન ટેક્સ લાદવામાં આવે : નાના ઉદ્યોગકારોને ટેક્સ વધારે લાગી રહ્યો છે. જ્યારે કોર્પોરેટ લિમીટેડ અને પ્રાઈવેટ લિમિટેડ કંપની માટે 25 ટકા ટેક્સ લાગી રહ્યો છે. આ ટેક્સ એક સમાન પર લાવી દેવામાં આવે તો નાના ઉદ્યોગારોને ફાયદો થઈ શકે છે. ટેક્સમાં એક સમાનતા લાવવામાં આવે તો કોઈ ખોટું કરતું હશે તો અટકાશે અને સૌ એક સાથે ટેક્સ ભરશે. જેના કારણે સરકારનું ટેક્સની આવકમાં વધારો થશે.
મુખ્ય સમસ્યા મૂડી રોકાણને લઈને : કોરોના મહામારી બાદ કંપનીઓને હાલમાં મુખ્ય સમસ્યા મૂડી રોકાણને લઈને જોવા મળી રહી છે. જેવી રીતે કોરોના પછી સરકાર દ્વારા જુદી જુદી નવા પેકેજ આપ્યા હતા. તેવી જ રીતે સરકાર દ્વારા અત્યારે પણ એવી રાહત આપવામાં આવે જેથી કરીને નાના ઉદ્યોગકારોને પણ થોડાક અંશે ફાયદો થઈ શકે અને પોતાનો ઉદ્યોગ સારી રીતે ચલાવી શકે.