લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના ફોર્મ ભરાય ગયા છે. ત્યારે અમદાવાદ પશ્ચિમમાંથી 17 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો પૂર્વ માંથી 25થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સાથે જ નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે અલગ-અલગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચૂંટણી જાહેર કર્યા બાદ અમદાવાદ વિસ્તારમાં 11,000 વાહનો ચેક કરવામાં આવ્યા છે. ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધી 1 કરોડ 55 લાખની રોકડ જપ્ત કરી છે. શહેરી વિસ્તારમાં 45 લાખનો દારૂ અને ગ્રામ્ય વિસ્તારમાં 73 લાખનો દારૂ પણ ઝડપ્યો છે.
આમ વાતો ભલે રાજકીય પાર્ટી દ્વારા સાચા, સક્ષમ અને રોજગારી અને ચોકીદારોની થતી હોય પણ ખરેખર આ કાર્યવાહી જોતા ચૂંટણીમા દારૂ અને પૈસાનો ઉપયોગ જ થાય છે. તેની આ પ્રતીતિ કરાવે છે.