ETV Bharat / state

અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે

અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન કામગીરી (Bullet train project in Gujarat) પુર ઝડપે ચાલી રહી છે. આ સમગ્ર કામગીરી 2026 પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. કોરિડોર કુલ 508 કિમી છે. જેમાં કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે. 8 ગુજરાત અને 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે. જ્યારે 21 કિમી ટનલમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. (Ahmedabad Sabarmati Bullet Train station)

અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે
અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે
author img

By

Published : Jan 16, 2023, 4:32 PM IST

અમદાવાદ : દેશની સૌથી પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે (Ahmedabad to Mumbai Bullet train) શરૂ થનાર છે. જેમાં જમીન સંપાદન લઈને અનેક મુશ્કેલીઓ સામે આવી હતી. જેના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવ્યો નથી. પરંતુ હાલમાં જમીન સંપાદન કામગીરી પૂર્ણ થતા પુર ઝડપે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. (Bullet train project in Gujarat)

ગુજરાતમાં ક્યારે શરુ થશે બુલેટ ટ્રેન

અમદાવાદ જિલ્લામાં જમીન સંપાદન હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે અમદાવાદ જિલ્લામાં કુલ 2,70,000 ચો.મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, સાબરમતી, વટવા અને અસારવા તાલુકામાંથી જમીન સંપાદન કરવામાં આવ્યું છે. આ જમીન ધારકોને રેલવે વિભાગે કુલ 1108.45 કરોડ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. જેમાં ગુજરાતમાં કુલ 954.28 હેક્ટર અને મહારાષ્ટ્ર 942.71 હેકટર જમીન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી છે. (Ahmedabad Sabarmati Bullet Train station)

ટ્રાન્સપોર્ટ માટે અલગ પ્રકારની વ્યવસ્થા સાબરમતી ખાતે તૈયાર કરવામાં આવેલા બુલેટ ટ્રેન સ્ટેશન એ ટ્રાન્સપોર્ટ અલગ જ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દેશનું પ્રથમ સ્ટેશન હશે જેમાં એક જ સ્ટેશન પરથી મેટ્રો, BRTS અને રેલવેમાં આવે તો તે ત્યાંથી સીધા સાબરમતી બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ પર પહોંચી શકે છે. સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર બાજુ ચાલતી ટ્રેનની સંચાલન પણ સાબરમતી કરવામાં આવી રહ્યું છે. (bullet train speed)

સાબરમતી ખાતે મુખ્ય સ્ટેશન બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતીથી મુંબઈ સુધી ચાલશે. જેના પગલે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાબરમતી મલ્ટી મોડલ વિશેષતાની વાત કરવામાં આવે તો આ સ્ટેશનમાં કુલ 2 બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક બિલ્ડિંગ 7 માળ અને બીજું બિલ્ડિંગ 9 માળ છે. જેમાં 3 માળ સુધી માત્ર પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે 3 માળથી ઉપર ઓફિસ, દુકાન, ફૂડઝોન, હોટલ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિગમાં બસ, રીક્ષા, કાર માટે અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. (Sabarmati Bullet Train Station facility)

આ પણ વાંચો હજીરા ખાતે તૈયાર થશે 60 હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ જેના કારણે બુલેટ ટ્રેન બનશે આત્મનિર્ભર

દાંડીની થીમ આધારિત મેટ્રો સ્ટેશન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન દાંડી યાત્રાની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સ્ટેશનની છત પર ચરખાની પ્રતિકૃતિ અને સોલાર પેનલ પણ મૂકવામાં આવી છે. જે સ્ટેશન તેના આગળના ભાગમાં દાંડી યાત્રા દરમિયાનની અલગ અલગ 7 પ્રતિકૃતી દર્શાવવામાં આવી છે. (Bullet train operation in Gujarat)

કુલ 508 કિમીનો પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન કોરીડોર પ્રોજેક્ટ કુલ 508 કીમીનો (Bullet train project) છે. જેમાં ગુજરાતમાં 352 કિમી અને મહારાષ્ટ્રમાં 156 કિમી રહેશે. જેમાં બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 નક્કી કરવામાં આવી છે. જે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 2 કલાક 58 મિનિટ પૂર્ણ થશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી સહિતનાં 8 સ્ટેશન ગુજરાતમાં જ્યારે મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર આમ કુલ 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. (bullet train in india)

આ પણ વાંચો હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી

કુલ 21 કિમી ટનલમાંથી થશે પસાર હાઈસ્પીડ રેલ અંતર્ગત 508 કિમી લાંબા રૂટ પર અનેક નદીઓ પર બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સાથે બીક્સી સ્ટેશન અને શીલફાટા સ્ટેશનની વચ્ચે લગભગ 21 કિમી લાંબી ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મહત્વ પૂર્ણ નદી પર પુલ બાંધવાની કામગીરી પણ ચાલી રહી છે. (bullet train route in gujarat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.