ETV Bharat / state

BRTS હિટ એન્ડ રન કેસ: સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા - પાંજરાપોળ પાસે BRTS

અમદાવાદ: 21મી નવેમ્બરના રોજ વહેલી સવારે પાંજરાપોળ પાસે BRTS બસે અડફેટે લીધેલા બંને ભાઈઓના મોતના કેસમાં ગુરૂવારે અમદાવાદ સેશન્સ કોર્ટ આરોપી ચિરાગ પ્રજાપતિના જામીન ફગાવ્યા હતા. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, ગુનો ગંભીર હોવાથી જામીન આપી શકાય નહિ.

BRTS હિટ એન્ડ રન કેસ, સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા
BRTS હિટ એન્ડ રન કેસ, સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા
author img

By

Published : Dec 5, 2019, 6:57 PM IST

અગાઉ ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટે પણ આરોપીના જામીન ફગાવતા અરજદાર આરોપીએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આગામી દિવસોમાં આરોપી ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતક નયન ICICI બેંકની તાલાલા બ્રાંચમાં ફરજ બજાવતા હતા અને ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેમના ભાઈ જયેશ રામ સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતા હતા. જયેશ સવારે નયનને ઓફિસે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ દોડી રહેલી BRTS બસ તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એવી ભયાનક હતી કે, ઘટનાસ્થળ પર જ બંનેના મોત થયા હતા. બંને મૃતકો સગા ભાઈ હતા, અને તેમના પિતા હીરાભાઈ રામ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે.

મળતી વિગતો અનુસાર, બાઈક ચાલક જયેશ રામે હેલ્મેટ પહેર્યું હોવા છતાં આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ બંને ભાઈઓના મૃતદેહ એક કલાક સુધી રસ્તા પર પડી રહ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, પોલીસે ઘટનાસ્થળે પહોંચવામાં ઘણું મોડું કર્યું હતું. બીજી તરફ, મૃતકોના મોબાઈલ ફોન લોક હોવાથી તેમના પરિવારજનોને સંપર્ક કરવામાં લોકોને મુશ્કેલી પડી હતી.

Intro:21મી નવેમ્બરના રોજ વહેલી સવારે પાંજરાપોળ પાસે બીઆરટીએસએ અડફેટે લીધેલા બંને ભાઈઓના મોતના કેસમાં ગુરુવારે અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી ચિરાગ પ્રજાપતિના જામીન ફગાવ્યા હોવાની વિગતો સામે આવી છે. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે ગુનો ગંભીર હોવાથી જામીન આપી શકાય નહિ. Body:અગાઉ ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટે પણ આરોપીના જામીન ફગાવતા અરજદાર આરોપીએ સેશન કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આગામી દિવસોમાં આરોપી ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરેલ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતક નયન ICICI બેંકની તાલાળા બ્રાંચમાં ફરજ બજાવતા હતા, અને ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેમના ભાઈ જયેશ રામ સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતા હતા. જયેશ આજે સવારે નયનને ઓફિસે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ દોડી રહેલી બીઆરટીએસે તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એવી ભયાનક હતી કે ઘટનાસ્થળ પર જ બંનેના મોત થયા હતા. બંને મૃતકો સગા ભાઈ હતા, અને તેમના પિતા હીરાભાઈ રામ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે.Conclusion:પ્રાપ્ત વિગતો અનુસાર, બાઈક ચાલક જયેશ રામે હેલ્મેટ પહેર્યું હોવા છતાં આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ બંને ભાઈઓના મૃતદેહ એક કલાક સુધી રસ્તા પર પડી રહ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, પોલીસે ઘટનાસ્થળે પહોંચવામાં ઘણું મોડું કર્યું હતું. બીજી તરફ, મૃતકોના મોબાઈલ ફોન લોક હોવાથી તેમના પરિવારજનોને સંપર્ક કરવામાં લોકોને મુશ્કેલી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.