ETV Bharat / state

કોરોનાની મહામારીના સમયમાં લોકલ આર્ટિસનને પ્રમોટ કરતા ગિફ્ટ હેમ્પરની માગ વધી

સમયની સાથે તહેવારની ઉજવણીના રંગ રૂપ બદલાતા ઉજવણીમાં પણ આધુનિકતા જોવા મળતી હોય છે. પહેલાના સમયમાં મમતા તરીકે ઓળખાતી મોટી રાખડી સમય જતાં હવે ફેન્સી રાખડી બની ગઈ છે અને આ કોરોના મહામારીમાં બહેન ભાઈને ત્યાં રૂબરૂ ન જતા હેમ્પર પસંદ કર્યા છે. જેમાં માસ્ક રાખડી અને મીઠાઈ સહિત અનેક ગિફ્ટ એક જ બોક્સમાં પેક થઈને જતી હોય છે તેને આ વખતે આવા હેમ્પરની ડિમાન્ડ ખૂબ વધી છે.

લોકલ આર્ટિસનને પ્રમોટ કરતા ગિફ્ટ હેમ્પરની માગ વધી

author img

By

Published : Jul 31, 2020, 7:39 PM IST

અમદાવાદ: અત્યાર સુધી બહેન ભાઈ માટે અલગથી રાખડી પસંદ કરી તેના માટે જ તેને ગમતી મીઠાઈ અને બીજી અનેક ગિફ્ટ્સ જાતે પસંદ કરવા બજારમાં જતી હતી, પરંતુ આ વખતે જ્યારે કોરોના મહામારીમાં લોકો બહાર નીકળતા જ ખચકાઈ રહ્યા છે. ત્યારે માર્કેટમાં ગિફ્ટ પર ડિમાન્ડ વધી છે. જેમાં એક જ બોક્સમાં રાખડી, માસ્ક, મીઠાઈ, રાખડી માટે પર્સનલ તાડ તેમજ એક વુડનની ફ્રેમ પણ યાદગીરી સ્વરૂપે આપવામાં આવે છે.

લોકલ આર્ટિસનને પ્રમોટ કરતા ગિફ્ટ હેમ્પરની માગ વધી
જો કે મહત્વનું છે કે હાલ મહારાષ્ટ્રમાં લોકોને ડિલિવરી કરતા મુશ્કેલી પડી રહી છે. કારણ કે મહારાષ્ટ્રમાં કેસ વધારે છે અને લોકડાઉન પણ હજુ ચાલુ જ છે. જેના લીધે મહારાષ્ટ્રમાં ગિફ્ટ પેપર આપવા થોડા અઘરા બની રહ્યા છે અને સાથે સાથે અમદાવાદની બહારથી પણ લોકો આ હેમ્પર વધારે પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડિયાની બહાર પણ આવા હેમ્પરોની માગ વધી છે. આ બધી જ વસ્તુઓ હોમમેડ અને લોકલ આર્ટિસનને પ્રમોટ કરતી હોવાથી આત્મનિર્ભર ભારતનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ તકે ભૂમિ શાહ અને નીરજા દેસાઈએ જણાવ્યું કે આ ગિફ્ટ પરની સાથે અમે કિડ્સ પર પણ ડિઝાઇન કર્યા છે. જેમાં બાળકોને ફેવરિટ તેમના કાર્ટૂનની થીમ પર જ અમે બધી વસ્તુઓ આપીએ છીએ અને જે પ્રમાણે ગ્રાહક ડિમાન્ડ કરે તે પ્રમાણે અમે કસ્ટમાઇઝ પણ કરીને આપીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.