ETV Bharat / state

પ્રોહિબિશન ગુનાની રેડમાં ગુજરાત પોલીસ અસફળ, દરરોજ 50 કેસમાં બુટલેગરો નાસી છુટવામાં સફળ

પ્રોહિબિશનના ગુના સામે રાજ્યમાં પોલીસ દ્વારા કરાતી કાર્યાવહીમાં દરરોજ સરેરાંશ 50 જેટલા કેસમાં બુટલેગરો પોલીસને ચકમો આપીને છટકી જતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસ રોજની લગભગ 612 જેટલી રેડ પાડી મુદ્દામાલ કબ્જે કરે છે.

High Court
High Court
author img

By

Published : Feb 11, 2020, 12:46 AM IST

Updated : Feb 11, 2020, 1:13 AM IST

અમદાવાદઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રજૂ કરાયેલી વિગતો પ્રમાણે 1લી એપ્રિલ 2018થી 515 દિવસના સમયગાળા સુધીમાં ગુજરાતમાં કુલ 3.15 લાખ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ કેસમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર કરાતી રેડ અન દારૂ લઈ જતા વાહનોને કબ્જે કરવાના કેસ સામેલ છે. પ્રોહિબિશનને લગતા 3.15 લાખ કેસ પૈકી 25,891 કેસમાં આરોપીઓની ધરપકડ થઈ શકી નથી.

પ્રોહિબિશનના ગુનાની રેડમાં રોજના 50 કેસમાં બુટલેગરો ફરાર

ચાર શહેર પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં 1લી મે 2018થી 30મી સપ્ટેમ્બર 2019 સુધીના આ સમયગાળામાં પ્રોહિબિશનને લગતા કુલ 81,523 કેસ નોંધાયા હતા જે પૈકી 1,285 જેટલા કેસમાં પોલીસ બુટલેગરોને પકડી શકી નથી. પાછલા દોઢ વર્ષમાં બૂટલેગરોને પકડવામાં નિષ્ફળ રહેલા કુલ 20 જેટલા ગુનામાં કુલ 47 જેટલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢના બુટલેગર દ્વારા હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીના જવાબમાં રાજ્ય સરકાર તરફે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી, પરંતુ આરોપી બુટલેગર ફરાર થઈ ગયો હતો. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. એચ. વોરાએ આ કેસમાં નોંધ્યું હતું કે, પોલીસ દ્વારા ઘણી FIR આ રીતે ડિઝાઈન કરવામાં આવે છે. જેમાં દારૂના અડ્ડા પર રેડ દરમિયાન દારૂ ઝડપાઈ જાય છે, પરંતુ બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ જાય છે. જજે આ મુદ્દે રાજ્ય સરકારને વધુ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓને દારૂના અડ્ડા પર રેડ, મુદ્દામાલની કિંમત, કેટલા બુટલેગરો રેડ દરમિયાન સ્થળ પરથી ભાગી છૂટ્યા સહિતની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

Intro:પ્રોહિબિશનના ગુના સામે રાજ્યમાં પોલીસ દ્વારા કરાતી કાર્યાવહીમાં દરરોજ સરેરાંશ 50 જેટલા કેસમાં બુટલેગરો પોલીસને ચકમો આપીને છટકી જતાં હોવાની વિગતો સામે આવી છે. જ્યારે પોલીસ દરરોજ લગભગ ૬૧૨ જેટલી રેડ પાડી દારૂનો માલ સહિત અન્ય સ્ટોક કબજો કરે છે.

Body:હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રજૂ કરાયેલી વિગતો પ્રમાણે ૧લી એપ્રિલ 2018 થી 515 દિવસના સમયગાળામાં સુધીમાં ગુજરાતમાં કુલ 3.15 લાખ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ કેસમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર કરાતી રેડ અન દારૂ લઈ જતા વાહનોને કબ્જે કરવાના કેસ સામેલ છે. પ્રોહીબીશનને લગતા 3.15 લાખ કેસ પૈકી 25,891 કેસમાં આરોપીઓની ધરપકડ થઈ શકી નથી.

ચાર શહેર પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં ૧લી મે 2018 થી ૩૦મી સપ્ટેમ્બર 2019 સુધીના આ સમયગાળામાં પ્રોહીબીશનને લગતા કુલ 81,523 કેસ નોંધાયા હતા જે પૈકી 1285 જેટલા કેસમાં પોલીસ બુટલેગરોને પકડી શકી નથી. પાછલા દોઢ વર્ષમાં બૂટલેગરોને પકડવામાં નિષ્ફળ રહેલા કુલ 20 જેટલા ગુનામાં કુલ ૪૭ જેટલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢના બુટલેગર દ્વારા હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીના જવાબમાં રાજ્ય સરકાર તરફે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી પરંતુ આરોપી બુટલેગર ફરાર થઈ ગયો હતો. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ.વોરાએ આ કેસમાં નોંધ્યું હતું કે પોલીસ દ્વારા ઘણી FIR આ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેમાં દારૂના અડ્ડા પર રેડ દરમિયાન દારૂ ઝડપાઈ જાય છે પરંતુ બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ જાય છે. જજે આ મુદ્દે રાજ્ય સરકારને વધુ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

Conclusion:હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓને દારૂના અડ્ડા પર રેડ, કેટલાનો માલ ઝડપાયો, કેટલા બુટલેગરો રેડ દરમિયાન સ્થળ પરથી ભાગી છૂટ્યા સહિતની વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
Last Updated : Feb 11, 2020, 1:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.