અમદાવાદઃ ટેક એક્સ્ટ્રીમ 2020માં ભારતભરની 60થી વધારે કોલેજના ત્રણ હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટેક એક્સટ્રીમ 2020માં 19 ફેબ્રુઆરીના રોજ પ્રો નાઈટમાં ફેમસ બોલીવૂડ સિંગર બી પ્રાકે ધમાકેદાર લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ખ્યાતનામ બોલિવૂડ સિંગરના ધમાકેદાર તેમજ પંજાબી હિન્દી અને ગુજરાતી મિક્સ ફ્યુઝનના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠયા હતા. આ સાંજને વધુ ધમાકેદાર કરવા માટે ઢોલ સાથે તાલ મિલાવીને ભાંગડા નૃત્યની સાથે-સાથે વિદ્યાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ નવા અલગ-અલગ ગીતોની મજા માણી અને પોતે પણ ગ્રુપમાં ડાન્સ અને ભાંગડાનો આનંદ મેળવ્યો હતો.
જી.આઇ.ટી કોલેજમાં પ્રો નાઈટમાં ફેમસ બોલીવૂડ સિંગર બી પ્રાકેનું ધમાકેદાર પર્ફોર્મન્સ - B Prake
એન્જીનિયરીંગ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓની નિપુણતા ખીલવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુનિવર્સિટીના રેગ્યુલર કોર્સની સાથે-સાથે દર વર્ષે ટેકફેસ્ટ જેવી ઇવેન્ટ પણ ધ્યાન કેન્દ્રિત કરે તેવી છે. ચાલુ વર્ષે પણ રાષ્ટ્રીય લેવલનો ટેકફેસ્ટ યોજવામાં આવ્યો હતો.