ETV Bharat / state

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશના નવા સંગઠન માળખાની જાહેરાત કરી - અમદાવાદ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પદ સંભાળ્યાને પાંચ મહિના બાદ 7 જાન્યુઆરીએ નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી છે. આ સંગઠનમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષો, 5 પ્રદેશ મહામંત્રીઓ, 8 પ્રદેશ મંત્રીઓ અને કોષાધ્યક્ષ તથા સહ કોષાધ્યક્ષનો સમાવેશ કરીને કુલ 22 વ્યક્તિઓની ટીમ જાહેર કરવામાં આવી છે.

patil
patil
author img

By

Published : Jan 8, 2021, 10:07 AM IST

● ભાજપ પ્રદેશ પ્રમુખે પ્રદેશ સંગઠનની નવી ટીમની જાહેરાત કરી

● કુલ 22 હોદ્દેદારોની ટિમ

● મોટાભાગે 'નો રિપીટ' થિયરી

અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પદ સંભાળ્યાને પાંચ મહિના બાદ 7 જાન્યુઆરીએ નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી છે. આ સંગઠનમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષો, 5 પ્રદેશ મહામંત્રીઓ, 8 પ્રદેશ મંત્રીઓ અને કોષાધ્યક્ષ તથા સહ કોષાધ્યક્ષનો સમાવેશ કરીને કુલ 22 વ્યક્તિઓની ટીમ જાહેર કરવામાં આવી છે.

● ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે યથાવત

મોટાભાગે આ ટીમમાં 'નો રિપીટ' થિયરી જોવા મળી છે. દરેક વર્ગના લોકોને સ્થાન મળે તેનું ધ્યાન રખાયું છે. તો પ્રદેશ પ્રમુખના દક્ષિણ ગુજરાતના સભ્યોને પણ સ્થાન અપાયું છે. પ્રદેશ ભાજપના જૂના હોદેદારોમાં ઉપપ્રમુખ પદ પર ગોરધન ઝડફિયા સિવાય અન્ય કોઈને રીપીટ કરાયા નથી. સાંસદ વિનોદ ચાવડાને સંગઠનમાં પ્રદેશ મહામંત્રીનું સ્થાન આપીને સંગઠન અને સરકારને અલગ રાખવાની પ્રદેશ પ્રમુખની વાત અહીંયા ખોટી પડી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશના નવા સંગઠન માળખાની જાહેરાત કરી
22 માંથી 6 મહિલા હોદ્દેદારોસૌથી મહત્વની ઉલ્લેખનીય વાત છે એ છે કે, 22 સભ્યોની આ ટીમમાં કુલ 06 મહિલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જેમ સરકારી નોકરીઓમાં મહિલા અનામત હોય તેવી રીતે સી.આર.પાટીલે પ્રદેશ સંગઠનમાં મહિલાઓને મહત્ત્વના હોદ્દા આપ્યા છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. પહેલા સભ્ય કૌશલ્યા કુંવરબા પરમાર અને બીજા વર્ષા દોશીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ચાર મહિલાઓને પ્રદેશ મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે ભાવનગરના સાંસદસભ્ય ભરતી શિયાળની નિમણૂક કરાઈ છે.● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી જાહેરાતભાર્ગવ ભટ્ટને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલને પણ પ્રદેશ મહામંત્રીનો હવાલો અપાયો છે. આ ઉપરાંત પ્રદેશ પ્રવક્તા મહેશ કસવાલાને પ્રદેશ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની આ સૌથી મહત્વની જાહેરાત છે. જ્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલતી હતી કે, નવા સંગઠન માળખાની જાહેરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ થશે.● પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ નવી ટીમને શુભકામનાઓ આપીઆ નવી નિમણૂક ઉપર પૂર્વ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રદેશનું નવું માળખું જાહેર થયું છે, ત્યારે તેઓ તમામ લોકોને અભિનંદન આપે છે. જે જવાબદારી તેમને સોંપવામાં આવી છે, તેઓ તે સારી રીતે નિભાવશે. પોતે 12 વર્ષથી પ્રદેશ ટીમમાં હતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તે વાતનો તેમને આનંદ છે. પરંતુ હવે નવા કાર્યકરોને જવાબદારી સોંપાઈ છે, ત્યારે નવા જોશ અને નવા ઉત્સાહ સાથે ભાજપ સંગઠન અને ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.