ETV Bharat / state

ભાજપ નેતા આઈ.કે. જાડેજાના એક ટ્વીટથી 3 કલાકમાં રોડનું રીપેરીંગ થયું

અમદાવાદઃ સોશિયલ મીડિયામાં ટ્વીટર સૌથી મજબૂત માધ્યમ છે. હાલ નેતાઓ અભિનેતાઓથી લઈ સામાન્ય લોકો પણ આ માધ્યમ સાથે જોડાયેલા છે. ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ અમદાવાદના બોપલ બ્રીજને લઈ કરેલું ટ્વીટ ચર્ચામાં છે. તેમણે બોપલ બ્રીજની બિસ્માર હાલત વિશે ટ્વીટ કરીને તંત્રની બેદકારીને ખુલ્લી પાડી હતી. જેના કારણે તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામની કામગીરી કરવાની ફરજ પડી હતી.

author img

By

Published : Sep 12, 2019, 7:34 PM IST

ભાજપના નેતા આઈ.કે. જાડેજાના એક ટ્વીટથી 3 કલાકમાં રોડનું રીપેરીંગ થયું

ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રેક્ટરોની કોઈ જ જવાબદારી નથી થતી?’ આ ટ્વીટ બાદ AUDA દ્વારા તાત્કાલિક બિસ્માર રસ્તાનું રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ જાડેજાએ ફરીથી ટ્વીટ કર્યુ હતું કે, ‘અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તાની સુધારણા માટે ઔડાએ તુરંત જ કાર્યવાહી શરૂ કરી તે પ્રશંસનીય છે’ સાથે રોડ રીપેર થતાં હોય તેવા ચાર ફોટા પણ શેયર કર્યાં હતા.

જાડેજાના ટ્વીટ પર જનતાએ આપેલા...જવાબ

(1) અમદાવાદથી રાજકોટ હાઈવે દયનીય સ્થિતિમાં છે. બે દિવસ પહેલા તે સડક દ્વારા મુસાફરી કરીને ખૂબજ પીડા દાયક અનુભૂતિ થઈ હતી. ખાસ કરીને તે હાઈવે પર રાત્રે મુસાફરી કરવી જોખમી છે એટલા બધા ખાડા છે

(2) નેશનલ હાઇવે પર ખાડા ઉપરાંત રખડતાં ઢોરની પણ સમસ્યા છે, બગોદરા પાસે એટલાં ઢોર હતાં કે સાઈકલ પણ માંડ નીકળે !

(3) આખા અમદાવાદમાં આ જ પરિસ્થિતિ છે.

(4) ઔડા અને બોપલ ઘુમા નગર પાલિકા કોઈ જવાબદારી લેવા તેયાર જ નથી. ઓફિસની અંદર બેસીને કામ કરવું છે. માણસોના હાડકાં તૂટે કે પછી વાહનો demage થાય...કઈ ફરક નથી પડતો

(5) પાણીનો સંગૃહ કરવા માટે ખેત તલાવડી બનાવવાની હોય, રોડ પર નહીં.

(6) બાપુ બોપલથી લઇને નિકોલ રીંગ રોડ સુધી આવા જ બિસમાર રસ્તા જોવા મળશે. હવે ટ્રાફિકનો દંડ લઇ ને રોડ બની જાય એવી આશા છે સરકાર પાસેથી
ખખડધજ અમદાવાદ જીંદાબાદ કોર્પોરેટર મીલીભગત

(7) શહેરના પોશ વિસ્તારોમાં પણ જો રસ્તાઓની હાલત બિસ્માર હોય તો મેગા સીટી કઈ રીતે કહી શકાય? કોન્ટ્રાક્ટરો પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તો રસ્તાઓની બિસ્માર હાલત ન રહે.

(8) એકદમ સાચું કીધું જાડેજા સાહેબ.. કેટલાય મહિનાઓથી આ જ હાલત છે..ઔડા એ જવાબદારીથી કામ લેવું જોઇએ

Intro:અમદાવાદ- સોશિયલ મીડિયામાં ટ્વીટર એ સૌથી મજબૂત માધ્યમ છે, જેનો અવાજ સત્તાવાળાના કાન સુધી સંભળાય છે. ભાજપના જ સીનીયર નેતા આઈ કે જાડેજાએ સવારે ટ્વીટ કરીને લખ્યું અને ત્રણ કલાકમાં તેનો ઉકેલ આવી ગયો. આઈ કે જાડેજાએ ફરીથી ટ્વીટ કરીને પ્રંશસા પણ કરી. ત્યારે સવાલ એ થાય તે નેતાની વાત સાંભળી તે રીતે આમ પ્રજાની વાત સત્તાવાળા કયારે સાંભળશે, અને ગણતરીના કલાકોમાં તેનો ઉકેલ લાવશે.Body:વાત જાણે એમ છે કે ભાજપના સીનીયર નેતા આઈ કે જાડેજાએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કર્યું કે ‘અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રેક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી?’ આવા બે પ્રશ્ન ટ્વીટ દ્વારા પુછવામાં આવ્યા. આ ટ્વીટ પછી ઔડાનું તંત્ર સફાળું જાગ્યું અને ઝડપથી બિસ્માર રસ્તાનું રીપેરિંગ શરૂ કર્યું…

ભાજપના જ સીનીયર નેતા આઈ કે જાડેજાએ ફરીથી ટ્વીટ કર્યું ‘અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તાની સુધારણા માટે ઔડાએ તુરંત જ કાર્યવાહી શરૂ કરી તે પ્રશંસનીય છે’ અને આ ટ્વીટમાં રોડ રીપેર થતાં હોય તેવા ચાર ફોટા પણ મુક્યા હતા.
Conclusion:જો કે આનંદ એ વાતનો છે કે અમદાવાદમાં વરસાદ રોકાયો અને બોપલમાં રોડ રીપેરિંગનું કામ શરૂ થયું. આઈ કે જાડેજાએ ટ્વીટ કર્યું ને બોપલના રોડ રીપેર થયા, તો બોપલના રહેવાસીઓ તો જાડેજાને યાદ કરીને આભાર તો માનશે જ. નહી તો અત્યાર સુધી ઔડા દ્વારા સામાન્ય પ્રજાની ફરિયાદો પર કોઈ જ ધ્યાન અપાતું નથી. બોપલ અને એસપી રિંગ રોડ પર રસ્તા તૂટી ગયા છે, તેમ છતાં છેલ્લા બે મહિનાથી ઔડા કશું કરી શકી નથી. ઔડા વિસ્તારની જનતા ભારોભાર પરેશાન છે. પણ આજે જાડેજાના એક જ ટ્વીટે રસ્તાનું રીપેરિંગ કામ ચાલુ કરાવ્યું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.